Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

તકને તકદીરમાં ફેરવી શકે તે જીવનમાં સફળ થઇ શકે છેઃ પૂ. સંગીતાજી મ.સ.

શેઠ ઉપાશ્રયમાં પૂ. સુમતિબાઇ મ.સ. આ.ઠા.૬નો ચાતુર્માસ પ્રવેશ : પૂ. સુશાંતમુનિ મ.સા.ની પ્રેરક નિશ્રા

રાજકોટઃ તા.૧૦ ને બુધવારે શેઠ ઉપાશ્રયની પાવન એવમ્ પવિત્ર ભૂમિ ઉપર ગોંડલ સંપ્રદાયના સદાનંદી પૂ.સુમતિબાઈ મ.સ.આદિ ઠાણા ૬ નો ચાતુર્માસ મંગલ પ્રવેશ ઉત્સાહભેર થયો. આ શુભ અવસરે ઉપસ્થિત ચતુર્વિધ સંઘનું ચેરમેન ચંદ્રકાન્તભાઈ શેઠે શબ્દોથી સ્વાગત કરેલ. પૂર્વ ભારત સંઘોવતી અશ્રનિભાઈ દેસાઈ એ પ્રસંગોચિત્ત્। વકતવ્ય આપેલ. પ્રવિણભાઈ કોઠારી એ સંપ્રદાયવતી શુભેચ્છા આપેલ. રાજકોટના સમસ્ત સંઘોવતી ડોલરભાઈ કોઠારીએ શુભેચ્છા આપેલ.

ગોંડલ સંઘ પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી, પેટરબારના ટ્રસ્ટી દિલેશભાઈ ભાયાણી, પૂર્વ ભારત સંઘના અગ્રણી અશ્વિનભાઈ દેસાઈ, પેટરબારના અગ્રણી રાજુભાઈ દોશી, મનહર પ્લોટ સંઘ પ્રમુખ ડોલરભાઈ કોઠારી, ગોંડલ રોડ વેસ્ટના કિરીટભાઈ શેઠ, મનીષભાઈ પારેખ, રોયલ પાર્ક મોટા સંઘના અશોકભાઈ મોદી, વૈશાલીનગર સંઘના વિનુભાઈ મારફતીયા, મહાવીર નગર સંઘના પ્રતાપભાઈ વોરા, જગદીશભાઈ શેઠ, મોટા સંઘના ટ્રસ્ટી સુશીલભાઈ ગોડા, જૈન ચાલ સંઘના પ્રમુખ પરેશભાઈ સંઘાણી, સુશ્રાવક કનુભાઈ બાવીસી, જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ ટી.આર.દોશી, કિરીટભાઈ દોશી, વિસાવદરવાળા ભરતભાઈ ગાઠાણી, મનોજ ડેલીવાળા સહિત વિશાળ પ્રમાણમાં શ્રાવક - શ્રાવિકાઓ ઉપસ્થિત રહેલ.

આ  કાર્યક્રમનું સંચાલન હેમલભાઈ મહેતા એ કરેલ, મહિલા મંડળવતી પૂજાબેને સુંદર પ્રસ્તુતિ કરેલ,  સાધ્વીરત્ના પૂ.સંજીતાબાઈ મ.સ. એ સ્તવન દ્વારા પોતાના ભાવો વ્યકત કરેલ, સાધ્વીરત્ના પૂ.ડો.અમિતાબાઈ મ.સ. એ મનનીય પ્રવચન ફરમાવેલ. રોયલ પાર્ક ઉપાશ્રય બીરાજમાન સાધ્વીરત્ના પૂ.વનિતાજી મ.સ., સાધ્વીરત્ના પૂ.સુનિતાજી મ.સ.આદિ સતિવૃંદ ઉપસ્થિત રહેલ.

ગુજરાત રત્ન પૂ.શ્રી.પૂ. સુશાંતમુનિ મ.સાહેબે મંગલ પાઠ રુ માંગલિક ફરમાવેલ. કાર્યક્રમ પૂર્ણ થયાબાદ  નવકારશીનું આયોજન સાધ્વીરત્ના ડો. અમિતાબાઈ મ.સ., સ્વ. માતુશ્રી  લીલાવંતીબેન બાબુલાલ કોઠારી હસ્તે  દેવાંશી  કૌશીકભાઇ કોઠારીના પરીવારજનો તરફથી રાખવામાં આવેલ હતુ.

સમગ્ર ચાતુમાર્સ દરમ્યાન રવિવારે સવારે ૯:૧૫ થી ૧૦:૧૫ રોજબરોજ વ્યાખ્યાન ચાલુ થશે. માતુશ્રી રેવાબેન ટીંબડીયા, ભોગીલાલ મોહનલાલ ટીંબડીયા પરીવાર તરફથી ત્રિરંગી સામાયિક પયુર્ષણ પર્વ સુધી કરાવવામાં આવશે.

(3:38 pm IST)
  • યુપી ભાજપના ધારાસભ્યની પુત્રીએ કર્યા દલિત સાથે પ્રેમ લગ્ન :હવે પોતાના પિતાથી જીવનું જોખમ ;વિડિઓ શેયર કરીને આપવીતી જણાવી :ભાજપ વિધાયક રાજેશ મિશ્રા ઉર્ફે પપુ ભરતોલની પુત્રી સાક્ષીએ ત્રે દલિત યુવક અજીતેશ કુમાર સાથે પ્રેમલગ્ન કર્યા :પોલીસ સુરક્ષાની માંગ કરી access_time 1:03 am IST

  • કોંગ્રેસને વધુ એક ઝટકો : ગોવાના ૧૦ ધારાસભ્યો ભાજપમાં જોડાયા : કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ખેસ પહેરાવ્યો access_time 6:12 pm IST

  • જેડીએસનો આરોપ :સ્પીકર ઓફિસ પાસે હંગામો કરવા માટે ધારાસભ્યોને ઉશ્કેરે છે ભાજપના નેતા : જેડીએસના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર એક વિડિઓ જાહેર કર્યો :જેમાં એવો આક્ષેપ કરાયો કે ભાજપના નેતા સ્પીકરની ઓફિસ પાસે હંગામો કરવા ધારાસભ્યોને ભડકાવે છે access_time 1:07 am IST