Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

૧૧ જુલાઇ : ''વિશ્વ વસ્તી દિન''

''કુટુંબ નિયોજનથી નિભાવીએ જવાબદારી, માતા અને બાળકના સ્વાસ્થ્યની પુરી તૈયારી''

 સમગ્ર વિશ્વમાં ૧૧મી જુલાઇના દિવસે ''વિશ્વવસ્તી દિન''ની ઉજવણી કરવામાં આવે છે. ૧૧ જુલાઇ-૧૯૮૭ના દિવસે વિશ્વનું પાંચ અબજમું બાળક જન્મ્યું હોવાથી ''યુનાઇટેડ નેશન્સ''દ્વારાપ્રતિવર્ષ આ દિવસે ''વિશ્વ વસ્તી દિન''ની ઉજવણી કરવામાં આવે છે.વધતી જતી વસ્તીની સમસ્યા પ્રત્યે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાના આશયથી ''વિશ્વ વસ્તી દિન''ઉજવાય છે. આ ઉજવણીનું આ વર્ષનું સૂત્ર છે-''કુટુંબ નિયોજનથી નિભાવીએ જવાબદારી, માતા અને બાળકના સ્વાસ્થ્યની પુરી તૈયારી''

હાલમાં વિશ્વની કૂલ વસ્તી ૭ અબજથી વધુ છે. જયારે ૨૦૧૦-૧૧ની વસતિ ગણતરીમુજબ ભારતની વસ્તી ૧૨૧ કરોડ અને ગુજરાતની વસ્તી ૬ કરોડ, જયારે રાજકોટ જિલ્લાની વસ્તી ૩૮ લાખ છે. વિશ્વમાં દર મિનિટે ૧૫૦નો અને ભારતમાં દર મિનિટે ૨૯નો વસ્તીવધારો થાય છે. આમ, કૂદકે ને ભૂસકે વધતી જતી દુનિયાની વસ્તીસામે લાલ બત્તી ધરવા માટે ''વિશ્વ વસ્તી દિન'' નિમિત્ત્।ે લોક જાગૃતિના કાર્યક્રમો યોજાય છે.

 ૧૧ થી ૨૪ જુલાઇ-૨૦૧૯ દરમ્યાન જનસંખ્યા સ્થિરતા પખવાડિયું ઉજવવામાં આવશે, જે અંતર્ગત કુટુંબ કલ્યાણની વિવિધ પધ્ધતિઓ અંગે બેનર, પોસ્ટર તથા પત્રિકા દ્વારા માર્ગદર્શન ઉપરાંત, આઇ.ઇ.સી. (ઇન્ફર્મેશન, એજયુકેશન, કોમ્યુનિકેશન) મટીરિયલનું વિતરણ પણ કરવામાં આવશે.''વિશ્વ વસ્તી દિન''ની ઉજવણી અંગે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે પ્લેકાર્ડ, બેનર તથા સૂત્રો દર્શાવતી રેલીનું પણ આયોજન કરાશે. અર્બન હેલ્થ સેન્ટર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે નિબંધ અને વકતૃત્વ સ્પર્ધા,  શેરી નાટક, ભવાઇ, પપેટ શો વગેરેના કાર્યક્રમો યોજાશે.

 રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ''વિશ્વ વસ્તી દિન''ની ઉજવણીના ભાગ રૂપે હેલ્થ મેળા, રેલી, શિબિરો, શાળા-કોલેજમાં આરોગ્યલક્ષી કાર્યક્રમો, નાટક, ડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો, ટી.વી.રેડીયો કાર્યક્રમ, સાહિત્ય વિતરણ, બેનર પત્રિકા, હોર્ડીંગ, ગૃહ મુલાકાત વગેરે કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

સંકલન

સોનલ જોશીપુરા

રાજકોટ માહિતી ખાતુ

(11:40 am IST)