Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

સ્પામાં મસાજ માટે તાલિમ વગરની યુવતિઓ રખાઇ હતીઃ રોગ થાય તેવા રસોયણો વપરાતા હતાં: બે ગુના

બિગ બાઝારમાં આવેલા બે સ્પામાં દરોડાઃં બહારના રાજ્યની યુવતિઓ-ગ્રાહકો-સંચાલકો સહિત ૨૫ પકડાયાઃ લોકોના આરોગ્યને નુકસાન થવાનો ભયઃ લિકવીડ કબ્જે કરી એફએસએલમાં મોકલાયા

રાજકોટ તા. ૧૧: દોઢસો ફુટ રીંગ રોડ પર બિગ બાઝારમાં ગ્રાઉન્ડ ફલોર અને બીજા માળે ક્રાઇમ બ્રાંચ અને તાલુકા પોલીસે દરોડા પાડી સ્થાનિક તથા બહારના રાજ્યની યુવતિઓ, ગ્રાહકો અને સંચાલકો સહિત ૨૫ની ધરપકડ કરી હતી. આ સ્પામાં મસાજ માટે માર્ક વગરના અમુક રસાયણો પ્રવાહી વાપરવામાં આવતાં હતાં. ત્વચા ઉપર આ રસાયણો લગાડી શકાય કે નહિ તેની કોઇ ફિઝીશીયન પાસેથી સલાહ મેળવી નહોતી. તેમજ અંગમરોડ, અંગમર્દન માટેની કોઇ તાલિમ પણ મસાજ કરનાર યુવતિઓએ લીધી નહોતી અને તેની પાસે કોઇ ડીગ્રી પણ નહોતી. માનવજિંદગી જોખમાય એ રીતે રસાયણોનો ઉપયોગ કરી સ્નાયુઓને રોગ થાય કે ચેપ લાગે તેવું બેદરકારી ભર્યુ કૃત્ય કરવામાં આવતો હોવાનો આરોપ મુકાયો છે.

બિગ બાઝાર કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફલોરમાં સગુર સ્પામાં દરોડો પાડી તાલુકાના એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમાની ફરિયાદ પરથી કિશોર ભીખાભાઇ સિંધવ (ઉ.૫૦-રહે. સુભાષનગર કોઠારીયા રોડ), મહિપાલ માણસીભાઇ વાળા (ઉ.૨૬-રહે. જસદણ), રાજ ભરતભાઇ સખીયા (ઉ.૨૩-રહે. માયાણી ચોક, પટેલ કોલોની), રાજેશ તળસીભાઇ નાગડકીયા (ઉ.૩૨-રહે. લક્ષમણનગર-૪ જસદણ), રાજેશ લક્ષમણભાઇ પીઠડીયા (ઉ.૨૯-રહે. અંજાર સોરઠીયા નાકુ), હેતલ મનસુખભાઇ શીંગાળા (ઉ.૨૦-રહે. મવડી ચોકડી સ્વામિનારાયણ સોસાયટી), સ્વિઝીંગ રિન્થાંગા (ઉ.૨૬-રહે. સેહા મિઝોરમ, હાલ રૈયા ટેલિફોન એક્ષચેન્જ સામે), લેડીમેરી લિંગડો યાશ્લીન (ઉ.૩૦-રહે. પટેલ આઇસ્ક્રીમવાળી શેરી અમીન માર્ગ, મુળ શિલોંગ મેઘાલય) તથા ટાખે મોદી (ઉ.૨૧-રહે. પટેલ આઇસ્ક્રીમ શેરી અમીન માર્ગ, મુળ મેઘાલય)ની સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરાઇ હતી. જ્યારે ખોડીદાસ ગોવિંદભાઇ પરમાર (રહે. વામ્બે આવાસ યોજના) હાજર નહોતો મળ્યો.

જ્યારે બીજા દરોડામાં બિગ બાઝારના બીજા માળે ટ્રરૂ સ્પામાં દરોડો પાડી કોન્સ. નગીનભાઇ પોલાભાઇ ડાંગરની ફરિયાદ પરથી નિર્વાણ આઝાદભાઇ સુમા (ઉ.૨૮-રહે. રૂડા-૧ બ્લોક ૧૨૧), મહેશ જેરામભાઇ આટકોટીયા (ઉ.૩૪-રહે. નિલકંઠ પાસે પુનિત સોસાયટી), ઉમેશ શીવાભાઇ પટેલ (ઉ.૫૦-રહે. હરિદ્વાર હાઇટ્સ નાના મવા રોડ), ભુપેશ વાલમજીભાઇ પટેલ (ઉ.૪૭-જલારામ સોસાયટી, ૧૫૦ રીંગ રોડ), સંજય છગનભાઇ વાડોદરીયા (ઉ.૩૫-રહે. રાજનગર ચોક જયપાર્ક-૧), મયુર કેશુભાઇ શીંગાળા (ઉ.૨૮-રહે. મોરબી રોડ રાધે હોટેલ-૩૦૪), કરણ પ્રેમભાઇ સાઉ (ઉ.૨૪-રહે. કાશકોપર સત્ય સાઇ રોડ), નિરાલી સંજયભાઇ વરીયા (ઉ.૨૪-રહે. યોગેશ્વર પાર્ક ગંગોત્રી ડેરી શેરી), લલરિન્દ આરકે રામચાલઝીલ (ઉ.૨૪-રહે. પટેલ આઇસ્ક્રીમ શેરી અમીન માર્ગ મુળ મિઝોરમ), અલોવી આલેમી જેવીસેખ (ઉ.૨૮-રહે. નાગાલેન્ડ, હાલ રાજકોટ), સોત્સુલા ઇમ્ચૂર્ણ (ઉ.૨૩-રહે. નાગાલેન્ડ), કવિટોલે સૂ મગાહો (ઉ.૨૩-રહે. નાગાલેન્ડ), લલરૂમ ટવાંઇ સાઇમોયા (ઉ.૨૪-રહે. મિઝોરમ), કેલીગે યેપ્થો પોહેતો (ઉ.૨૩-રહે. નાગાલેન્ડ) તથા વેલીઝોય ઝીમી વિકટર (ઉ.૨૧-રહે. મણીપુર) સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

આ બંને ગુનામાં તમામ સામે આઇપીસી ૨૬૯, ૧૧૪  મુજબ બે એફઆઇઆર દાખલ કરી ૨૫ની ધરપકડ કરી હતી. તમામને જામીન મુકત કરાયા છે. સ્પામાં બેદરકારી પુર્વક કોઇપણ જાતની તાલિમ વગર ડીગ્રી કે ફિઝીશીયનના માર્ગદર્શન વગર માર્કા વગરના જોખમકારક રસાયણો વાપરીને મસાજ કરી લોકોના આરોગ્યને હાની પહોંચે એ રીતે સ્પાના સંચાલકો, માલિકો સ્પાની તાલિમ લીધી જ ન હોઇ તેવી યુવતિઓને કામે રાખી  સ્પા ચલાવતાં હતાં. એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા વધુ તપાસ કરે છે.

(11:39 am IST)