Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

નરેશભાઈ પટેલના જન્મદિવસે યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ : સેવાકીય કાર્યમાં સહભાગી

વ્હેલી સવારથી જ રાજકોટ અને આસપાસના વિસ્તારના ભાઈ-બહેનોએ મોટી સંખ્યામાં રકતદાન કર્યુ : રકતની ૧૭૦૦ બોટલ એકત્ર

રાજકોટઃ રકતદાનને મહાદાન ગણવામાં આવે છે. રકતનું એક બુંદ મનુષ્યનું જીવન બચાવી શકે છે. રકત એ અમૂલ્ય વસ્તુ છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે રાજકોટમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરવામાં આવી. દરેકને મુશ્કેલીના સમયમાં રકત મળી રહે તેવા ઉમદા હેતુથી સધ્જયોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્ત્।ે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રાજકોટ અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનોએ રકતદાન કર્યું હતું. મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં  રકતદાતાઓના સહકારથી ૧૭૦૦ બોટલ રકત એકઠું થયું હતું.

 ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના ૫૫મો જન્મદિવસ નિમિત્ત્।ે રાજકોટના શ્રી સરદાર પટેલ ભવન ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. સધ્જયોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રકતદાતાઓએ રકતદાન કર્યું હતું. નરેશભાઈ પટેલ વર્ષોથી સેવાકીય કાર્યો સાથે જોડાયેલા છે. તમામ સમાજના લોકોને મદદ કરવી એ નરેશભાઈ પટેલના જીવનનો ધ્યેય છે. છેલ્લા ૧૯ વર્ષથી સધ્જયોતા ચેરિટેબલ ટ્રસ્ટ નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સર્વરોગ નિદાન કેમ્પ, રકતદાન કેમ્પ, કુદરતી આપત્ત્િ।ઓમાં સહાય સહિતના સેવાકીય કાર્ય કરી રહ્યું છે. રકત એ રૂપિયા ખર્ચવા છતા સમયસર મળતું નથી ત્યારે જરૂરિયાતમંદ લોકોને રકત થકી નવજીવન મળે તેવા હેતુ સાથે યોજાયો હતો આ વર્ષે પણ શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્ત્।ે સધ્જયોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં શ્રી સરદાર પટેલ ભવન ખાતે સવારે ૮ વાગ્યાથી ૧ વાગ્યા સુધી મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજયો હતો. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રાજકોટ સહિત આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સ્વયંભૂ રકતદાતાઓ ઉમટી પડ્યા હતા અને નરેશભાઈ પટેલના સેવાકીય કાર્યમાં સહભાગી થઈ ઉત્સાહથી રકતદાન કર્યું હતું. રકતદાતાઓનો સારો સહયોગ મળતા ૧૭૦૦ બોટલ રકત એકઠું થયાનું યાદીમાં ણાવાયુ છે.

(3:46 pm IST)