Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

કોઠારીયા રોડ પરથી જંગલેશ્વરના રમીઝને એસઓજીએ પિસ્તોલ સાથે દબોચી લીધો

અગાઉ હત્યાની કોશિષના ગુનામાં સંડોવાયો'તોઃ ભાવનગરના ઉબેદ સાથે માથાકુટ હોવાથી સાથે હથીયાર રાખ્યાનું રટણ : પી.આઇ. આર. વાય. રાવલની ટીમના હેડકોન્સ. મોહિતસિંહ જાડેજા, કોન્સ. ચેતનસિંહ ગોહિલ અને ક્રિપાલસિંહની બાતમી પરથી કામગીરીઃ યુપીના રાજૂ ભૈયાનું સપ્લાયર તરીકે નામ ખુલ્યુઃ રિમાન્ડની તજવીજ

રાજકોટ તા. ૧૧: એસઓજીએ વધુ એક શખ્સને ગેરકાયદેસર હથીયાર સાથે ઝડપી લીધો છે. હેડકોન્સ. મોહિતસિંહ જાડેજા, કોન્સ. ચેતનસિંહ ગોહિલ અને ક્રિપાલસિંહ ચુડાસમાને મળેલી બાતમી પરથી કોઠારીયા રોડ ૪૦ ફુટ રોડ પરસાણાનગર-૫ના ખુણેથી  જંગલેશ્વર-૯ હુશેની ચોકમાં રહેતાં રમીઝ સલિમભાઇ સેતા (ઉ.૨૪)ને રૂ. દસ હજારની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ સાથે પકડી લીધો છે.

ઝડપાયલો શખ્સ છુટક મજૂરી કરે છે. અગાઉ ૨૦૧૫-૨૦૧૭માં તેના વિરૂધ્ધ ભાવનગરના સી ડિવીઝન પોલીસ મથકમાં હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હતો. ભાવનગરના ઉબેદ સાથે તેને માથાકુટ ચાલતી હોઇ જેના કારણે તે પોતાની સાથે હથીયાર રાખતો હતો. આ પિસ્તોલ તેણે યુપીના રાજુ ભૈયા પાસેથી લીધી હોવાનું રટણ કરતો હોઇ સાચી વિગતો ઓકાવવા રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના અને પી.આઇ. આર.વાય. રાવલના માર્ગદર્શનમાં પીએસઆઇ બી. કે. ખાચર, ધર્મેન્દ્રસિંહ રાણા, રાજેશભાઇ ગીડા, બ્રિજરાજસિંહ, અનિલસિંહ ગોહિલ, યુવરાજસિંહ જાડેજા, નરેન્દ્રભાઇ ગઢવી, હિતેષભાઇ રબારી તથા જેને બાતમી મળી તે ત્રણેય કર્મચારી આ કામગીરીમાં જોડાયા હતાં.

(11:14 am IST)