Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

કોર્પોરેશને ૧ વર્ષમાં ખાદ્યપદાર્થોના ૨૯૯ નમુના લીધા અને ફેઇલ થયા માત્ર ૧૦!!!

ઓછા નમૂનાઓ કેમ નાપાસ થયા? આરોગ્ય ચેરમેને તપાસ શરૂ કરી

રાજકોટ તા.૧૦: શહેરમાં ખોરાક જન્ય અને ઋજન્ય રોગચાળો અટકાવવા મ્યુ.કોર્પોશનના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોના નમુનાઓ લઇ સરકારી લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવે છે જેમાં નમૂનાઓ નાપાસ થવાનુ પ્રમાણ અન્યંત ઓછુ હોવાનુ ખુલતા આ બાબતે આરોગ્ય સમીતીના ચેરમેન જયમીન ઠાકરે તપાસ શરૂ કરાવી હોવાનુ જાણવા મળ્યુ છે

આ અંગે પ્રાપ્ત માહીતી મુજબ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વખતો-વખત-મીઠાઇ ફરસાણ,ખાણી-પીણીના નાસ્તા, હોટેલ-રેસ્ટોરન્ટો ફુટ બજાર, આઇસ્ક્રીમ પાર્લરો,દુધની ડેરીઓ નકલી ઘી, કેક શોપ બેકરી વગેરેમાં દરોડા પાડી અખાધ પદાર્થોનો નાશ કરીને સ્થળઉપરથી ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લઇ બરોડા સ્થીત રાજય સરકારની લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવે છે જે અંતર્ગત છેલ્લા ૧ વર્ષમાં ૨૯૯ જેટલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવાયા પરંતુ તેમાંથી માત્ર ૧૦ જેટલા નમૂનાઓજ નાપાસ થતાં આ બાબત આરોગ્ય સમીતીના ચેરમેન જયમીન ઠાકરના ધ્યાને આવ્યાનુ અને તેઓએ આવુ કેમ થાય  છે? તેની તપાસ ઉંઠાણ પૂર્વક શરૂ કરાવ્યાનુ અને આ પ્રકરણમાં છેક સરકારી લેબોરેટરી સુધી તપાસ લંબાવી જો કોઇ શંકાસ્પદ બાબત બહાર આવી તો ખળભળાટ મચાવતુ જબરૂ કૌભાંડ ખુલશે તેમ જાણવા મળ્યુ છે.

(3:26 pm IST)