Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

૧૦૦ પાનની દુકાનમાંથી ૨૦ કિલો પ્લાસ્ટિક જપ્તઃ ૧૯ હજારનો દંડ

 રાજકોટઃસ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટિક મુકત કરવા તથા લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે હેતુથી  રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની સેન્ટ્રલ, વેસ્ટ, ઇસ્ટ,  ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટરની ટીમ દ્વારા પ્રતિબંધિત પાન-માવા-ફકીનું પ્લાસ્ટિક ચેકિંગ તથા જાહેતમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કુલ – ૧૦૦ પાન-માવાની દુકાનોમાંથી ૨૦ કી.ગ્રા. જેટલું પ્રતિબંધિત પાન-માવાનું પ્લાસ્ટિક જપ્ત કરી રૂ/- ૧૯૦૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે. આ કામગીરી મહાનગરપાલિકાના  કમિશ્નરની સુચના તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેર નીલેશભાઈ પરમાર, નાયબ પર્યાવરણ ઇજનેર વલ્લભભાઈ જીંજાળા, મદદનીશ પર્યાવરણ ઇજનેર ખેવનાબેન વકાણી, સેનેટરી સુપ્રિટેન્ડ એચ.એચ.પરમાર તથા ઇસ્ટ ઝોન નાયબ કમિશ્નરશ્રી ગણાત્રાના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોનના નાયબ ૫ર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવર ની દેખરેખ માં કુલ બે ટીમો મારફત મદદનીશ ઇજનેર ભાવેશ ખાંભલા ની હાજરીમાં વેસ્ટ ઝોન સેનેટરી ઇન્સ્પેકટર કેતન લખતરીયા પીયુષ ચૈાહાણ, સંજયભાઇ દવે, મૈાલેષ વ્યાસ, મનોજ વાદ્યેલા તથા એેસ.એસ.આઇ સંજય ચાવડા, બાલાભાઇ, નીલેશ ડાભી, ભાવેશ ઉપાઘ્યાય, વિશાલભાઇ, વિમલભાઇ, ગૈાતમભાઇ નિતીનભાઇ, ભાવનાબેન તેમજ ઉકત કામગીરી કમિશ્નરશ્રીની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્નર સી. બી. ગણાત્રાના  પુર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઈજનેર જીજ્ઞેશ વાઘેલા તથા વોર્ડના એસ. આઈ. શ્રી ડી. કે. સીંધવ, શ્રી પ્રફુલ ત્રિવેદી,  એમ. એ. વસાવા, એન. એમ. જાદવ, તથા વોર્ડના એસ. એસ. આઈ. પ્રભાત બાલાસરા, અશ્વિન વાઘેલા, ભરત ટાંક,  જે.બી.વોરા, જય ચૌહાણ, એ. એફ. પઠાણ તથા  ભુપત સોલંકી દ્વારા કરવામાં આવેલ હતી. (૨૩.૧૩)

(4:17 pm IST)