Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ઘરેલું હિંસા હેઠળ ભરણ પોષણ મળવા પત્નિએ પતિ સામે કરેલ અરજી નામંજુર

રાજકોટ તા.૧૧ : રાજકોટમાં રહેતા કિંજલબેન સુનીલભાઇ હમીરાણીએ ધી પેટકશન ઓફ વુમન ફોમ ડોમેસ્ટીક વાયોલન્સ એકટની કલમ-૧ર હેઠળ તેમના પતિ સુનીલ રમણીકભાઇ હમીરાણી તથા તેમના સસરા તથા સાસુ વિગેરે રહે. મુંબઇ વાળાઓ સામે પ્રોટેકશન મળવા, મકાન ભાડાની રકમ મળવા તથા ભરણ-પોષણ મળવા તથા માનસીક અત્યાચારના રકમ રૂ.પ,૦૦,૦૦૦ મળવા રાજકોટના જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં અરજી દાખલ કરેલી જેને કોર્ટે રદ કરી હતી.

ત્યાર બાદ સામાવાળા સુનીલભાઇ રમણીકભાઇ હમીરાણી રહે. મુંબઇ વિગેરે  કોર્ટમાં હાજર થઇ જવાબ વાંધા રજુ કરેલ. અનેજણાવેલ કે, અરજદારે અરજીમાં કરેલ તમામ આક્ષેપો ખોટા છે અરજદાર પ્રથમ વખત તેના માવતરે હતા ત્યારે અવાર નવાર સામાવાળા તેડવા આવેલ છે પરંતુ અરજદાર આવેલ નથી. અને પુત્રના જન્મ બાદ સામાવાળાએ મુંબઇ મુકામે સ્કુલ મા તેનુ એડમીશન પણ કરાવેલ છે અને અરજદારને તેડી જવા ઘણા પ્રયત્ન કરેલ છે.

ઉપરોકત હકિકતે કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટે, સામાવાળાના એડવોકેટ મારફત અરજદારની વિસ્તૃત ઉલટ તપાસ કરવામાં આવેલ અને ત્યારબાદ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવેલ છે કે, સામાવાળાએ  અરજદારને અવાર-નવાર તેડી જવા પ્રયત્ન કરેલ છે અને અરજદારની જુબાની જોવામાં આવે તો અરજદાર પોતાની સરતપાસની જુબાની તથા ઉલટ તપાસમાં અલગ-અલગ હકિકત જાહેર કરેલ છે તેમજ પ્રોટેશન ઓફીસરના રીપોર્ટમાં પણ મહત્વની કહી શકાય તેવી વિરોધાભાષી હકિકત રેકર્ડ પર આવેલી છે વિગેરે મુદાની છણાવટ કરી રાજકોટના અધિક ચીફ જયુ.મેજી. શ્રી એમ.એસ.સુતરીયાએ અરજદારની ઘરેલું હિસ્સા હેઠળની અરજી ના -મંજુર કરેલ છે અને વચગાળાના તબકકે થયેલ ભરણ-પોષણનો હુકમ પણ વેકેટ (રદ) કરેલ છે.

આ કામમાં સામાવાળા સુનીલ રમણીકલાલ હમીરાણી રહે.મુંબઇ વિગેરે વતી વકીલ મનોજ એન.ભટ્ટ તથા આનંદ કે.પઢીયાર, જીજ્ઞાસા વી. જાની તથા રચીત એમ.અત્રી (આસીસ્ટન્ટ) રોકાયેલ હતા.(૬.૨૫)

(4:14 pm IST)