Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ચાર વર્ષની બાળા સાથે અડપલા કરનાર યુપીનો રામભવન પકડાયો

રાજકોટ તા.૧૧ : શહેરના આંબેડકરનગર ખાતે રહેતા ધોબી મહિલાની ચાર વર્ષની દીકરીનું બાવડુ પકડી અશ્લીલ ચેનચાળા કરતા મહિલા પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે ઉત્તર પ્રદશના શખ્સને પકડી લીધો હતો.મળતી વિગત મુજબ આંબેડકર નગરમાં રહેતા કિરણબેન મનીષભાઇ કનોજીયા(ઉ.રપ) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છેકે પોતાની ચાર વર્ષની દીકરી ઘરની બહાર રમતી હતી તેને લેવા માટે ગયા ત્યારે એક શખ્સ ચાર વર્ષની દીકરીનું બાવળુ પકડી તેણી સાથે અડપલા કરતો હોય પોતે જોઇ જતા બુમબુમ કરવા લાગતા આજુબાજુમાંથી માણસો ભેગા થઇ ગયા હતા. અને

આ શખ્સને પકડી તેનું નામ અને સરનામુ પુછતા તેણે પોતાનુ નામ રામભવાન ધુરીયા (રહે.સરસ્વતીનગર) જણાવ્યું હતું બાદ તેને પોલીસે મથકે લઇ જવાયો હતો બાદ  મહિલા પોલીસ મથકના પીએસઆઇ આઇ.એમ.ઝાલા તથા રાઇટર કાજીભાઇએ ઉત્તર પ્રદેશના રામપુરગીર બુઉવા ગામનો અને રાજકોટ ૧પ૦ ફુટ રીંગ  રોડ પર સરસ્વતીનગરની પાછળ ભાડે રહે તો રામભવાન રાજાઉજાગીર ધુરીયા(ઉ.રર)ની ધરપકડ કરી હતી આ શખ્સ રાજકોટમાં સેન્ટીંગ કામ કરે છે.(૬.૨૬)

(4:07 pm IST)