Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

પરશુરામ શરાફી મંડળી દ્વારા સભાસદોને ભેટ અને વિદ્યાર્થીઓને પારિતોષિક વિતરણ

રાજકોટઃ. પરશુરામ શરાફી સહકારી મંડળી લી. રાજકોટનો સ્વ. શશીકાંતભાઈ નર્મદાશંકર ત્રિવેદી વિદ્યાર્થી પારિતોષિક તેમજ સભાસદ ભેટ વિતરણ કાર્યક્રમ સાથો સાથ મંડળીના સભાસદોને વિનામૂલ્યે સુરક્ષા કવચ પુરૂ પાડવાનો કાર્યક્રમ મંડળીના ચેરમેન કૌશિકભાઈ સી. શુકલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. અતિથિ વિશેષ તરીકે બ્રહ્મસમાજના અગ્રણી તેમજ ભૂ.પૂ. સ્ટેન્ડીંગના ચેરમેન કશ્યપભાઈ શુકલ પણ હાજર રહેલ. કાર્યક્રમનું સંચાલન મંડળીના મેને. ડીરેકટર દિપકભાઈ પંડયાએ કરેલ. કાર્યક્રમમાં વર્ષ ૨૦૧૭-૧૮ની સભાસદ ભેટમાં ૧ (એક) શેર સર્ટીફીકેટ ઉપર કમ્ફર્ટર (બે) શેર સર્ટીફીકેટ ઉપર 'વરમોરા' કાું.ની મેટ્રીક કીટ અપાઈ હતી. બાકી હોય તેમણે તા. ૧૫ ઓગષ્ટ સુધીમાં સાંજે ૪ થી ૬ માં મંડળી કાર્યલયે સંપર્ક કરી મેળવી લેવા જણાવાયુ છે. આ કાર્યક્રમમાં સંસ્થાના ડિરેકટરો, જોઇન્ટ માનદ મેનેજીંગ ડીરેકટર સુધીરભાઇ જે. પંડયા, ડીરેકટર એન.એસ. ભટ્ટ, શ્રીમતિ સુરભીબેન જે. આચાર્ય, શ્રીમતિ મધુબેન પી. ત્રિવેદી, અનંતભાઇ ભટ્ટ, અરજણભાઇ મકવાણા, પરાગભાઇ ભટ્ટ, ઉપીસ્થત રહેલ. ઉપરાંત નાગરિક બેંકના ડિરેકટર હરિભાઇ ડોડીયા, તેમજ ડીપોઝીટરો મધુસુદનભાઇ ત્રિવેદી, ઉદયભાઇ પંડયા, મહેશભાઇ જાની, નીતિનભાઇ રાવલ, સોમનાથભાઇ દવે, ગૌરાંગભાઇ જોષી, સુરેશભાઇ રાણપરા, હિંમતભાઇ વ્યાસ, જગદીશભાઇ ઉપાધ્યાય, બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઇ પંડયા, પ્રભુભાઇ ત્રિવેદી, કનૈયાલાલ ભટ્ટ, મહેન્દ્રભાઇ ખાખી, વિજયભાઇ કાચા, અતુલભાઇ ગજ્જર, બટુકભાઇ જોષી તેમજ અન્ય સભાસદો ઉપસ્થિત રહ્યા હતાં. અંતમાં આભાર દર્શન મંડળીના જોઇન્ટ માનદ મેનેજીંગ ડીરેકટર સુધીરભાઇ પંડયાએ કરેલ. (૮.૧૭)

(4:05 pm IST)