Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ કાર્યવાહી અને ઓનલાઈન પરીક્ષા મુદ્દે સોમવારે એકેડેમીક કાઉન્સીલની બેઠક

એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં મહત્વનો નિર્ણયઃ જરૂર જણાશે ત્યાં જ બેઠક વધારાશે

રાજકોટ, તા. ૧૧ :. કોરોના મહામારીમાં માસ પ્રમોશન આપવામાં આવ્યુ છે. આ સંજોગોમાં પ્રવેશની સ્થિતિ કપરી બની રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તા. ૧૪ના સોમવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમીક કાઉન્સીલની બેઠક મળનાર છે. નવી એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાનાર અને શૈક્ષણિક કેલેન્ડરની પણ ચર્ચા થશે.

એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં ધો. ૧૨માં માસ પ્રમોશન મળતા મોટી સંખ્યામાં છાત્રો કોલેજમાં પ્રવેશ લેશે. આ સ્થિતિમાં પ્રવેશ પ્રશ્ન પડકાર બનશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોલેજમા તમામ વિદ્યાશાખામાં પ્રવેશ અંગે શું માપદંડ રાખવું ? તે અંગે ચર્ચા થશે. જ્યાં જરૂર હોય તે ક્ષેત્રમાં જ વિદ્યાર્થી સંખ્યા વધારાશે. પ્રવેશ કાર્યવાહી પણ ઝડપથી પૂર્ણ કરવા ચોક્કસ નિયમો ઘડાશે.

એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બાકી રહેલી પરીક્ષા અંગે નિર્ણય થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા ઓનલાઈન યોજવાના ઉજળા સંજોગો છે.

(3:58 pm IST)
  • આખરે ટીએમસી માંથી ભાજપમાં શામેલ થયેલ બંગાળના દિગ્ગજ નેતા મુકુલ રોયની ઘર વાપસી થઈ : ફરી ટીએમસીમાં જોડાયા : ભાજપ માટે શરમજનક ઘટના : હજુ ઘણાં ધારાસભ્યો સહિત ભાજપના નેતાઓ પણ તેમની મૂળ પાર્ટી ટીએમસીમાં પાછા જાય તેવી સંભાવના : CM મમતા બેનર્જી બપોરે 3.30 વાગ્યે ટીએમસી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે તેમ જાણવા મળે છે. (ન્યુઝફર્સ્ટ) access_time 2:42 pm IST

  • હવે રાજ્યપાલોની ફેરબદલી અને નિમણૂકોનો દોર આવી રહ્યો છે અડધો ડઝન રાજ્યપાલોની નિમણૂકો માટેનો તખ્તો તૈયાર થઈ ગયાનું જાણવા મળે છે. હાલના એકથી બે ગવર્નરોને અન્ય રાજ્યોમાં ફેરવવામાં આવે તેવી પણ શક્યતા આવો ચર્ચાઈ રહી છે.. access_time 8:58 pm IST

  • અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) એ ભારતની કોવેકસીન રસી લોન્ચ કરવામાં વિલંબ કરતાં કોવેકસીન રસીના અમેરિકામાં ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન ની ભારત બાયોટેકની દરખાસ્તને નકારી કાઢી છે. ભારત બાયોટેકના યુએસ પાર્ટનર ઓક્યુજને ગુરુવારે કહ્યું હતું કે કંપની હવે કોવેક્સિનની સંપૂર્ણ મંજૂરી માંગશે. USFDA દ્વારા કંપનીને વધારાની ટ્રાયલ શરૂ કરવા કહેતા, આના પરિણામેં હવે કંપની બાયોલોજીક્સ લાઇસન્સ એપ્લિકેશન (BLA) માટે ફાઇલ કરી શકશે, જેને અમેરિકામાં સંપૂર્ણ મંજૂરી ગણાય છે. access_time 11:58 am IST