Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

પુરવઠાએ આજથી કાર્ડ હોલ્ડરોને ''મફત'' અનાજ આપવાનું શરૂ કર્યું પરંતુ...માલ જ નથી આવ્યોઃ દુકાનદારોમાં નિરાશા

આજથી તા. ર૦ જૂન સુધી કાર્ડના છેલ્લા આંક મુજબ મળશેઃ રહી ગયા હોય તેમને ર૧ થી ૩૦ જૂન દરમિયાન અપાશે... :વડાપ્રધાનની યોજનાનું અનાજ અને દર મહિનાનો જથ્થો...બંને સાથે આજથી આપવાના છે

રાજકોટ તા. ૧૧: રાજકોટ શહેર-જીલ્લા પુરવઠા તંત્રે વડાપ્રધાને કરેલ જાહેરાત મુજબ સતત બીજા મહિને વિના મૂલ્યે વ્યકિતદીઠ ૩ાા કિલો ઘઉં અને ૧ાા કિલો ચોખા તથા દર મહિને રેગ્યુલર રાહતદરે આપવાનું થતું અનાજ અને જથ્થાનું વિતરણ શરૂ કર્યું પરંતુ ખાટલે મોટી ખોટ તમામ મફત આપવાનો થતો ટન બંધ જથ્થો હજુ આ મહિનાનો આવ્યો નથી અને તેના પરિણામે ભારે દેકારો બોલી ગયો છે, પ૦ ટકા દુકાનોમાં આ જથ્થો પહોંચ્યો નથી, જથ્થો આવતા હજુ ર દિવસ લાગશે તેમ પુરવઠાના જવાબદારો ઉમેરી રહ્યા છે.

જથ્થો નહિં પહોંચતા દુકાનદારોમાં ભારે નિરાશા હતી, સેંકડો NFSA કાર્ડ હોલ્ડરોને વિલા મોઢે પાછા ફરવું પડયું હતું. ધોમધખતા તાપમાં ધરમધકકા થયા હતા, પુરવઠા તંત્રે જથ્થો આવી ગયા બાદ-દુકાનો ઉપર પહોંચી ગયા બાદ વિતરણ શરૂ કરવું જોઇએ તેમ માંગણીઓ ઉઠી છે.

દરમિયાન DSO શ્રી પૂજા બાવડાની યાદી જણાવે છે કે, કોરોના વાયરસની હાડમારીના લીધે ઉભી થયેલ લોકડાઉનની પરિસ્થિતિને કારણે ભારત સરકારની ''પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના'' હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-ર૦૧૩ હેઠળ પાત્રતા ધરાવતા અંત્યોદય તથા અગ્રતા ધરાવતા કુટુંબોને નીચે મુજબની વિગતેની જન્સીઓ જુન-ર૦ર૧ દરમિયાન તા. ૧૧ થી તા. ર૦ સુધી 'વિના મુલ્યે' વિતરણ કરવામાં આવશે.

રેશનકાર્ડના લાભાર્થીઓએ રેશનકાર્ડના લાસ્ટ ડીઝીટ (છેલ્લો આંક) મુજબ કઇ તારીખે વાજબી ભાવની દુકાને જન્સી મેળવવા માટે જવાનું થાય છે તેની વિગત આ મુજબ છે.

જો કોઇ લાભાર્થી અનિવાર્ય કારણોસર નિયત થયેલ દિવસે અનાજનો જથ્થો મેળવી ન શકે તો તેઓ તા. ર૧ થી ૩૦ જુન સુધીમાં સંબંધિત વાજબી ભાવની દુકાનેથી મેળવી શકશે.

ઉપરોકત વિતરણ ઉપરાંત દરેક રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-ર૦૧૩ હેઠળના લાભાર્થીઓને નિયમિત (રેગ્યુલર) ધોરણે મળવાપાત્ર રાહતદરનું માહેઃ જુન-ર૦ર૧ના માસનું વિતરણ પણ આજથી શરૂ થયું છે. જે પણ ઉપરોકત વિગતે દર્શાવેલ રેશનકાર્ડ બુકલેટ નંબર સામે દર્શાવેલ તારીખ વાઇઝ મેળવવાનું રહેશે. આમ બંને વિતરણ એક  સાથે જ થનાર હોય, જેની લાભાર્થીઓએ નોંધ લેવી. જથ્થો મેળવતા સમયે કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા 'સોશિયલ ડિસ્ટન્સીંગ'ની જોગવાઇઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

ક્રમ

   રેશનકાર્ડનો લાસ્ટ ડીઝીટ

(છેલ્લો અંક)

તારીખ

ક્રમ

   રેશનકાર્ડનો લાસ્ટ ડીઝીટ

(છેલ્લો અંક)

તારીખ

રેશનકાર્ડનો છેલ્લો અંક ૧

દા.ત. ૧૦૯૯૭૦૦૪૭૭૦૪૮૧

૧૧ જુન

રેશનકાર્ડનો છેલ્લો અંક ૬

દા.ત. ૧૦૯૯૭૦૦૪૭૬૦૪૮૬

૧૬ જુન

 

રેશનકાર્ડનો છેલ્લો અંક ર

દા.ત. ૧૦૯૯૭૦૦૪૭૬૦૪૮ર

૧ર જુન

રેશનકાર્ડનો છેલ્લો અંક ૭

દા.ત.૧૦૯૯૭૦૦૪૭૬૦૪૮૭

૧૭ જુન

 

રેશનકાર્ડનો છેલ્લો અંક ૩

દા.ત. ૧૦૯૯૭૦૦૪૭૬૦૪૮૩

૧૩ જુન

રેશનકાર્ડનો છેલ્લો અંક ૮

દા.ત. ૧૦૯૯૭૦૦૪૭૬૦૪૮૮

૧૮ જુન

 

રેશનકાર્ડનો છેલ્લો અંક ૪

દા.ત. ૧૦૯૯૭૦૦૪૭૬૦૪૮૪

૧૪ જુન

રેશનકાર્ડનો છેલ્લો અંક ૯

દા.ત. ૧૦૯૯૭૦૦૪૭૬૦૪૮૯

૧૯ જુન

 

રેશનકાર્ડનો છેલ્લો અંક પ

દા.ત. ૧૦૯૯૭૦૦૪૭૬૦૪૮પ

૧પ જુન

૧૦

રેશનકાર્ડનો છેલ્લો અંક ૦

દા.ત. ૧૦૯૯૭૦૦૪૭૬૦૪૮૦

ર૦ જુન

(3:23 pm IST)
  • હવે રાજ્યપાલોની ફેરબદલી અને નિમણૂકોનો દોર આવી રહ્યો છે અડધો ડઝન રાજ્યપાલોની નિમણૂકો માટેનો તખ્તો તૈયાર થઈ ગયાનું જાણવા મળે છે. હાલના એકથી બે ગવર્નરોને અન્ય રાજ્યોમાં ફેરવવામાં આવે તેવી પણ શક્યતા આવો ચર્ચાઈ રહી છે.. access_time 8:58 pm IST

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં બે દિવસથી ભેદી ધડાકા : રાત્રીના સમયે ભેદી ધડાકાઓથી લોકોમાં ફફડાટ. :ધડાકાઓનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી :ધડાકા સાથે જમીન ધ્રુજી ઉઠે છે છતાં તંત્ર અજાણ : પ્રાંત અધિકારીએ ધડાકા અંગે તપાસના આદેશ આપ્યા access_time 12:08 am IST

  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST