Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

શ્રી પંચનાથ હોસ્પિટલમાં ફરીથી દરેક વિભાગો પુન : કાર્યરત

''રાહતદરે સચોટ નિદાન, શ્રેષ્ઠ ઈલાજ અને મહાદેવની કૃપા'' એ જ પંચનાથ હોસ્પિટલનો મુદ્રાલેખ : ફીઝિશ્યન, ઓર્થોપેડીક, ઈએનટી, યુરોલોજી, જનરલ સર્જન સહિત તમામ વિભાગો સાથે લેબોરેટરી પણ શરૂ

રાજકોટઃ કોરોનાની બીજી લહેરના સમયે રાજકોટની જનતાને શ્રી પંચનાથ હોસ્પિટલએ અભૂતપૂર્વ સેવા પુરી પાડી હતી. અનેક ગરીબ દર્દીઓને COVID19 ના સમયમાં વિનામૂલ્યે પંચનાથ હોસ્પિટલએ પોતાની સેવા આપી હતી. તદઉપરાંત આર્થિક રાહત પણ ઘણા દર્દીઓને કરી આપેલ જેનો દવા અને મેડીકલ નો ખર્ચ પણ પંચનાથ ટ્રસ્ટે ભોગવેલ. એટલુ જ નહી દરેક દર્દીને બે ટાઈમ ભોજન, બે ટાઈમ ચા નાસ્તો એક ટાઈમ જ્યુસ/નાળીયેલ પાણી લીમ્બુ સરબત હળદરવાળુ દૂધ વગેરે પંચનાથ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે આપવામા આવેલ COVID-19 ની બીજી લહેરના સમયે અનેક દર્દીઓનો CT-SCAN નો સ્કોર ૨૦ થી ૨૫ જેવો હતો તેમને એડમીટ કરી સારવાર કરી મહાદેવની કૃપાથી આ પ્રકારના દર્દીઓને પુનઃ સ્વાસ્થ્ય પ્રદાન કરવામાં હોસ્પિટલની ડોકટરની ટીમને સફળતા મળી છે.

તા. ૧ જૂનથી પંચનાથ હોસ્પિટલએ COVID-19 ની હોસ્પિટલની સેવાઓને વિરામ આપેલ છે. અને તે દિવસથી ફરીથી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલની તમામ સેવાઓ રાજકોટમા સૌથી રાહતદરે કાર્યરત કરેલ છે. હાલમાં ત્રણેય ઓપરેશન થીયેટર પણ કાર્યરત થઈ ગયેલ છે. અને અત્યાર સુધીમા ૨૨ જેટલી જુદી જુદી પ્રકારની સર્જરીઓ પણ સફળતાપૂર્વક પુર્ણ કરવામા આવી છે.

ઉલ્લેખનીય છે કે માત્ર ૫૦ રૂપિયા માં જૂદી જૂદી ફેકલ્ટીના ડોકટરો દ્વારા નિદાન કરી આપવામાં આવે છે. જયારે જનરલ ડોકટર તો માત્ર ૧૦ રૂપિયામા નિદાન કરે અને ટ્રસ્ટ ત્રણ દિવસની દવા પણ વિનામૂલ્યે અપાય છે.

ડાયેગ્નોસ્ટીક વિભાગની વાત કરીએ તો લેબોરેટરી, સોનોગ્રાફી, સીટી સ્કેન, X-RAY, ECG, ECHO-CARDIO, TMT વગેરે પણ ૧લી જૂન થી ફૂલ ટાઈમ કાર્યરત થઈ ગયેલ છે. રાજકોટની જનતાના લાભાર્થે આ DIAGNOSTIC વિભાગ ખૂબ જ રાહત દરે ચલાવવામા આવે છે.

શ્રી પંચનાથ હોસ્પિટલમા અનેક દર્દીઓ રોજ નિદાન તેમજ સારવાર કરાવવા આવે છે. ઉલ્લેખનીય છે ''રાહત દરે સચોટ નિદાન, શ્રેષ્ઠ ઇલાજ અને મહાદેવ ની કૃપા'' એ જ પંચનાથ હોસ્પિટલનો મુદ્રાલેખ  હોવાનું યાદીમાં જણાવાયું છે.

પંચનાથ હોસ્પિટલનો ઇનડોર વિભાગ કે જ્યા દર્દીઓને એડમીટ કરવામા આવે છે. તેની સેવાઓ પણ અતિ રાહત દરે ઉપલબ્ધ છે. જનરલ વોર્ડ કે જે સમ્પૂર્ણ વાતાનુકુલિત છે. તેનો ચાર્જ માત્ર રૂ. ૮૦૦ દર્દીઓ પાસેથી લેવામા આવે છે. જ્યારે ટ્વીન શેરીંગ રૂમનો ચાર્જ માત્ર રૂ. ૧૫૦૦ રાખવામા આવેલ છે. ટ્વીન શેરીંગ રૂમમા તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. જ્યારે તમામ સુવિધા સાથેના પ્રાઈવેટ રૂમનો ચાર્જ માત્ર રૂ. ૨૫૦૦ રાખવામા આવેલ છે.

શ્રી પંચનાથ હોસ્પિટલ ૨૧ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ લોકો માટે ખુલ્લી મુકવામા આવેલ ત્યારથી અત્યારસુધીમા COVID-19 સિવાયના ૯૯ દર્દીઓ આ IPD વિભાગમા એડમીટ થઇને સારવાર લીધેલ છે. જ્યારે ત્રણેય ઓપરેશન થીયેટરમા ૧૩૪ મળીને અત્યાર સુધીમા કુલ ૨૩૩ સર્જરી, જેમા ઓર્થોપેડીક, કાન નાકની સર્જરી તેમજ જનરલ સર્જરી જેવી કે કપાસી, હરસ, મસા, ભગંદર, મોતીયા, KNEE REPLACEMENT, ગોળો, પ્લેટ વગેરેનો સમાવેશ થાય છે.

દર્દીઓને ખરા અર્થમાં રાહતદરે સારવાર  આપવા માટે નમ્ર પ્રયાસ કરનાર શ્રી પંચનાથ સાર્વજનીક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખશ્રી દેવાંગભાઇ માંકડ ટ્રસ્ટીશ્રીઓ વસંતભાઇ જસાણી મહેન્દ્રસિંહ ગોહેલ, મયૂરભાઇ શાહ, નિરજભાઇ, ડી વી મહેતા, અનિલભાઈ દેસાઈ, ડો. રવીરાજ ગુજરાતી, શ્રી સંદિપભાઈ ડોડિયા, જૈમિનભાઈ જોષી, નીતિનભાઈ મણીયાર, મિતેષભાઇ વ્યાસ, નારણભાઈ લાલકીયા, મનુભાઇ પટેલ જેવા સેવાભાવી ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે શ્રી પંકજ ચગ (મો. ૯૮૭૯૫૭૦૮૭૮) ઓપીડી વિભાગ માટે શ્રીમતી બીનાબેન છાંયા (મો.૯૫૭૪૦૦૦૮૧૮) એડમીટ થવા માટે શ્રીમતી ધૃતીબેન ધડુકનો સંપર્ક કરવા હોસ્પિટલ તંત્રની અખબારી યાદીમા જણાવેલ છે.

આ તબીબોની નિયમીત સેવા

તબીબો જેમ કે ડો.ગૌરાંગ પટેલ (એમ.ડી. મેડીસીન) સોમ થી શનિ  ૧૦ થી ૧અને  ૫ થી ૭,  ડો. દિપલબેન સોલંકી (ગાયનેક) સોમથી શનિ સુધી  ૧૧ થી ૧૨:૩૦તેમજ મંગળ બુધ શુક્ર સાંજે ૪ થી ૫:૩૦, ડો.કેલવીન વૈષ્નાણી (ઓર્થોપેડીક સર્જન)સોમથી શનિ  ૯ થી ૧૦ તેમજ ૪થી ૬ , ડો. જોલીકા વાછાણી (ચામડીના રોગોના નિષ્ણાંત) સોમ થી શનિ ૯ થી ૧૧, ડો.મૌલીક શિણોજીયા (ચામડીના રોગોના નિષ્ણાંત) સોમથી શુક્ર ૩ થી ૪:૩૦, ડો. કિરીટ ધોળકીયા (એમ.બી.બી.એસ.) સોમથી શનિ  ૯:૩૦ થી ૧૧:૩૦તેમજ ૪ થી ૬  ડો. મુકુંદ વિરપરીયા (પેટઆંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત) બુધ અને શનિવારે સાંજે ૪ થી ૫ , ડો.મહિપાલ ચૌહાણ (બાળરોગ નિષ્ણાંત) સોમવાર અને બુધવાર સવારે ૯ થી ૧૦, ડો. ઇશિતા શાહ (સંધિવાના નિષ્ણાંત) શનિવાર સવારે ૯ થી ૧૦:૩૦, ડો. ડેનીશ રોજીવાડીયા (હૃદય રોગના નિષ્ણાંત) સોમ મંગળ ગુરૂ સવારે ૧૦ થી ૧૨, ડો. નીલ વાછાણી (બાળરોગ નિષ્ણાંત)સોમ થી શનિ સાંજે ૪ થી ૫, ડો.જુહી મણીયાર (કાન નાક ગળાના રોગોના નિષ્ણાત) સોમ થી શનિ ૯:૩૦ થી ૧૧:૩૦તેમજ  ૪:૩૦ થી ૬:૩૦, ડો.કૃણાલ કુંદડીયા (યુરોલોજીસ્ટ) મંગળ બુધ ગુરૂ સાંજે ૪ થી ૫, ડો. વિરલ વસાવડા (જનરલ અને લેપ઼ોસકોપી સજૅન) શનિવારે  સવારે ૯ થી ૧૦ સોમ બુધ ગુરૂ સાંજે ૪ થી ૫, ડો હાર્દ વસાવડા (ન્યુરો સર્જન) સોમવારે ૯ થી ૧૦: ૩૦, ડો.નિધીકુમાર પટેલ (ન્યુરો સર્જન) મંગળ બુધ ગુરૂ  ૪:૩૦ થી  ૫:૩૦, ડો.જીગરસિંહ જાડેજા (ન્યુરો સર્જન) શુક્રવારે સાંજે ૪ થી ૫:૩૦, ડો. કૌમિલ કોઠારી (ન્યુરો ફીઝીશીયન) મંગળવારે સવારે ૯ થી ૧૧, ડો હિમાંશુ પરમાર (સપાઇન સર્જન) સોમ બુધ સાંજે ૬ થી ૭, ડો. મનદિપ ટીલાળા (હૃદય રોગના નિષ્ણાંત) બુધ શુક્ર સાંજે ૩ થી ૫, ડો. મિલન રોકડ (માનસિક રોગના નિષ્ણાંત) દર બુધવારે બપોરે ૧૨ થી ૧:૩૦, ડો. પ્રતિક અમલાણી (યુરોલોજીસ્ટ) સોમ શુક્ર સાંજે ૪ થી ૫ નિયમિત રીતે મળી શકશે.

(3:18 pm IST)