Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

સાધુવાસવાણી રોડ કવાર્ટર પાસેથી દારૂની ૩ બોટલ સાથે નિશાંત પકડાયો

સંતોષીનગર પાસેથી સાજીદ દારૂની બે બોટલ સાથે ઝડપાયો

રાજકોટ તા. ૧૧: સાધુવાસવાણી રોડ પર વાડીવાળા આવાસ યોજના કવાટર્સના ચોક પાસેથી યુનિવર્સિટી પોલીસે દારૂની ત્રણ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ સાધુવાસવાણી રોડ પર વાડીવાળા આવાસ યોજના કવાટર્સ ચોક પાસે એક શખ્સ દારૂ સાથે ઉભો હોવાની બાતમીના આધારે યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઇ. એ. બી. જાડેજા તથા રાવતભાઇ ડાંગર સહિતના સ્ટાફે દરોડો પાડી દારૂની ૩ બોટલ સાથે નિશાંત ઉર્ફે લાલો અશોકભાઇ ચૌહાણ (ઉ.વ. ર૯) (રહે. સાધુ વાસવાણી રોડ ગુરૂજીનગર આવાસ યોજના કવાટર્સ ગેઇટ નં. ૩૮ બ્લોક નં. ૬૪૪) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

સાજીદ દલ દારૂની બે બોટલ સાથે ઝબ્બે

રેલનગર સંતોષીનગર પાણીના ટાંકા પાસે પ્ર.નગર પોલીસ મથકના પી.એસ.આઇ. કે. ડી. પટેલ તથા કોન્સ. અક્ષયભાઇ ડાંગર સહિતે બાતમીના આધારે સાજીદ અલ્લારખાભાઇ દલ (ઉ.વ. ૩૧) (રહે. ભીસ્તીવાડ) ને રૂ ૧૦૦૦ની દારૂની બે બોટલ સાથે પકડી લીધો હતો. સાજીદ સેલ્સમેન તરીકે નોકરી કરે છે.

(3:09 pm IST)