Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

રાજકોટમાં આજે એકેય મોત નહિ નવા ૮ કેસ

હાલમાં ૯૭૧ દર્દીઓ સારવાર હેઠળઃ કુલ કેસનો આંક ૪૨,૪૫૫ થયોઃ આજ દિન સુધીમાં ૪૧,૬૦૫ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ રિકવરી રેટ ૯૮.૦૧ ટકા થયો

રાજકોટ તા.૧૧: શહેર - જિલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન એકેય મૃત્યુ થયા નથી. જયારે શહેરમાં બપોર સુધીમાં માત્ર ૮ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૧૦ નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૧૧નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના એક પણ દર્દીઓએ દમ તોડયો ન હતો.

ગઇકાલે ૧ પૈકી એકેય મૃત્યુ કોરોનાને કારણે ન થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં  ૫૪૮૦ બેડ ખાલી છે.

બપોર સુધીમાં કોરોનાના ૮ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૮ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૪૫૫ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. ગઇકાલે કુલ ૧૯૧૮સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૬ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૮૩ ટકા થયો  હતો. જયારે ૧૮ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં  ૧૧,૬૨,૭૮૩ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૪૫૫ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૬૫ ટકા થયો છે.જયારે રિકવરી રેટ ૯૮.૦૧ ટકાએ પહોંચયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૯૭૧  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:11 pm IST)