Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

શાળા ફી બાબતે છાત્ર સમિતિની રજુઆત

રાજકોટ : આમ આદમી પાર્ટી શહેર છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી શહેરની ખાનગી શાળાઓમાં ફી ભરવા હપ્તા કરી આપવા રજુઆત કરાઇ હતી. કોરોના મહામારીના કારણે અર્થ વ્યવસ્થા ખોરવાઇ ગઇ હોય શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે ઘર્ષણ ન થાય તેવો પ્રબંધ કરવા જણાવેલ. શાળા મેનેજમેન્ટ દ્વારા ફી ઉઘરાવવા થતા ફોનની પ્રથા બંધ કરવા તેમજ અગાઉ ચેક આપવાનો આગ્રહ ન રખાય તેવા આદેશો કરવા જણાવાયુ હતુ. આ રજુઆતમાં સુરજ બગડા, મૌલિક શિંહોરા, જય વણજારા, ઉત્સવ પટેલ, હરપાલસિંહ વાઘેલા, રક્ષિત રાજદેવ, ઉત્સવ કોરાટ, સંજય બગડા, સંકેત રૂડકીયા, દિપ સાંઘાણી, નિખીલભાઇ, વિશાલ રાઠોડ, હાર્દીક ઝાલા વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:06 pm IST)
  • કોવિડ મહામારી અને લોકડાઉનથી અર્થતંત્રને ફટકો પડતા તેલંગાણાના મુખ્યમંત્રીએ રાજ્યની મહેસૂલ વધારવા માટે રાજ્ય સરકાર હસ્તકની રૂ .20,000 કરોડની જમીનો વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. વધુ બે રાજ્ય સરકારો પણ નજીકના ભવિષ્યમાં પોતાની લેન્ડ બેંક વેચવાની યોજના બનાવી રહી હોવાનું જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:16 am IST

  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST

  • RBI મોટો નિર્ણય : એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધાર્યો : એકવાર મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂરી થઈ ગયા પછી, ગ્રાહકોને બીજા દરેક એટીએમ ટ્રાન્ઝેક્શન દીઠ 21 રૂપિયા ચાર્જ લેવામાં આવશે, આ સાથે 01 જાન્યુઆરી 2022 થી આ ચાર્જ પર ટેક્સ પણ વસુલાશે તેમ જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 8:12 pm IST