Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

રવિવારે મહારાણા પ્રતાપની જન્મજયંતિઃ પુષ્પાંજલી- વંદના

સરકારી નિયમોનું પાલન કરાશેઃ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આયોજન

રાજકોટઃ  આગામી રવિવાર તા.૧૩ના રોજ સનાતન ધર્મ રક્ષક, હિંદવા સૂરજ, પ્રાતઃ સ્મરણીય ક્ષત્રિય કુળ ભૂષણ શ્રી મહારાણા પ્રતાપસિંહજીની ૪૮૧ મી જન્મ જયંતિ ની ઉજવણી અંતર્ગત શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપજીની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ મહાઆરતી મહારાણા વંદના કાર્યક્રમ  યોજાશે.

આ કાર્યક્રમ માં સર્વે ક્ષત્રિય બંધુઓ તથા હિન્દુધર્મ ના આગેવાનો ને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, શ્રી ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠન, જય ભવાની રાજપૂત યુવા સેના, શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ તરફ થી આમંત્રણ અપાયું છે. વર્તમાન કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ વગેરે નિયમોનુ પાલન કરવામાં આવશે. તા.૧૩ રવિવાર, સવારે ૯ વાગે, સ્થળઃ શ્રી મહારાણા પ્રતાપ પ્રતિમા ચોક, સોરઠીયા વાડી સર્કલ, રાજકોટ

(3:05 pm IST)
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં બે દિવસથી ભેદી ધડાકા : રાત્રીના સમયે ભેદી ધડાકાઓથી લોકોમાં ફફડાટ. :ધડાકાઓનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી :ધડાકા સાથે જમીન ધ્રુજી ઉઠે છે છતાં તંત્ર અજાણ : પ્રાંત અધિકારીએ ધડાકા અંગે તપાસના આદેશ આપ્યા access_time 12:08 am IST

  • કોરોના એ સરકારનું ષડયંત્ર છે : મુસ્લિમોની વધી રહેલી જનસંખ્યા મહા વિનાશ સર્જશે : હિંદુઓ પાંચથી છ બાળકો પેદા કરે : મથુરાના ડાસના દેવી મંદિરના મહંત સ્વામી યતિ નરસિંહાનંદ સરસ્વતીનું વિવાદિત નિવેદન access_time 7:58 pm IST

  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST