Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ઓશો વિચારોને વરેલા

સ્વામી સત્યપ્રકાશનો રવિવારે જન્મદિવસ : ૭૩માં વર્ષમાં પ્રવેશ

તેઓના સાનિધ્યમાં ૫૦૦૦ સાધકોએ સન્યાસ લીધો : ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે રવિવારે ઓશો ધ્યાન ઉત્સવ : પાંચ દાયકાથી ઓશોના કાર્ય સાથે નિઃસ્વાર્થ સંકળાયેલા છે : ૩૬ વર્ષથી ઓશો ધ્યાન મંદિરનું સંચાલન કરે છે : ઓશોને લગતા તમામ માસિકો - પાક્ષિકોનું વેચાણ

રાજકોટ : શહેરના ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર (ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રીજની બાજુમાં, ૪ - વૈદવાડી રાજકોટ) ખાતેના સંચાલક અને અકિલા પરિવારના વડીલ સદસ્ય સ્વામી સત્યપ્રકાશજીનો ૧૩મીના રવિવાર જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૭૨ વર્ષ પૂર્ણ કરી ૭૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

સ્વામી સત્યપ્રકાશજી છેલ્લા ૫૦ વર્ષથી ઓશોના કાર્ય સાથે સંકળાયેલા છે. ઓશો સૌપ્રથમ ૧૯૬૭માં રાજકોટ આવ્યા ત્યારે કિશોરવસ્થામાં જ ઓશોથી આકર્ષાયા હતા. તેઓ ઓશોના પ્રવચનથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને ઓશોની રૂબરૂ મુલાકાત કરી હતી. કિશોરવસ્થા બાદ ભરયુવાનીમાં ઓશો જયારે 'આચાર્ય રજનીશ' તરીકે ઓળખાતા હતા ત્યારે ઓશોનો બહોળો પ્રચાર કરી મિત્રોમાં કેસેટો સાંભળવવી નાની પુસ્તિકાઓ વહેંચણી અને ધ્યાન કરવુ તથા કરાવવુ આ એનુ મુખ્ય લક્ષ્ય હતું. તેઓ આજે પણ ૪૦ વર્ષોથી 'ઓશો ધ્યાન મંદિર'નું સંચાલન કરે છે અને પોતે પણ નિયમીત ધ્યાન કરે છે. સ્વામીજીએ બી.કોમ. સુધીનું શિક્ષણ લીધુ છે.

આજે વિશ્વમાં ઓશોના હજારો ધ્યાન કેન્દ્રો અને આશ્રમો છે. એમાંના થોડા ઘણા ધ્યાન કેન્દ્રો અને આશ્રમોમાં નિયમીત ધ્યાન - સાધના થાય છે. એમાનું આ એક ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર છે. છેલ્લા ૩૫ વર્ષથી ધ્યાન સન્યાસ તથા ઓશો સાહિત્ય માટે ૨૪ કલાક ખુલ્લુ રહેતુ વિશ્વનું એકમાત્ર ઓશો ધ્યાન કેન્દ્ર છે. જયાં દરરોજ સવારે તથા સાંજે નિયમીત ઓશોના ધ્યાન થાય છે. દર માસે એક દિવસીય ધ્યાન શિબિર યોજાય છે અને વર્ષમાં ત્રણથી ચાર મુખ્ય ત્રિદિવસીય ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત ઓશોના તમામ વાર્ષિકોત્સવ જે તે સમયે ઉજવવામાં આવે છે. આ કેન્દ્રમાં ઓશોનું તમામ સાહિત્ય હિન્દી, અંગ્રેજી પુસ્તકો, સી.ડી., ડી.વી.ડી. લાઈબ્રેરી સિસ્ટમ તેમજ વેચાણ માટે ઉપલબ્ધ છે. ઉપરાંત દર મહિને પ્રસિદ્ધ થતાં 'ઓશોને લગતા તમામ માસિકો તથા પાક્ષિકો' વેચાણ માટે ઉપલબ્ધો છે. ઉપરાંત સ્વામીજી પુસ્તક પ્રદર્શન અવાર - નવાર યોજે છે. જે ૧૦ દિવસથી ૧૨૦ દિવસ સુધીના હોય છે તથા આ કેન્દ્રમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી  ઓશો પુસ્તકોની લાયબ્રેરી ચાલુ હોય છે. તેમજ આ ધ્યાન કેન્દ્ર સન્યાસ લેવા તેમજ ધ્યાન કરવા માટે ઓશો સાહિત્ય માટે ૨૪ કલાક હંમેશા ખુલ્લુ રહે છે. આ કેન્દ્ર ઉપર બહારગામથી આવતા સન્યાસી મિત્રો માટે રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા છે. સ્વામી સત્યપ્રકાશજી આ કામમાં અદ્દભૂત અને સફળતાપૂર્વક વ્યવસ્થિત સંચાલન કરે છે.

સ્વામીજીના જન્મદિવસને અનુલક્ષીને ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે તા.૧૩ના રવિવાર સાંજે ૬ કલાકથી રાત્રીના ૮:૩૦ સુધીની ઓશો ધ્યાન ઉત્સવનું આયોજન કરેલ છે. આ ધ્યાન ઉત્સવનું સંચાલન સ્વામી સત્ય પ્રકાશજી કરશે. સ્વામી સત્યપ્રકાશના સાનિધ્યમાં ૫૦૦૦ સાધકોએ સન્યાસ લીધેલ છે.

ઓશો પુના આશ્રમ દ્વારા ૧૯૭૪માં પ્રકાશિત રજનીશ ન્યુઝ લેટર નામની ૧૩ પ્રાદેશિક ભાષામાં પાક્ષિક પ્રકાશિત કરેલ ત્યારથી ઓશો મેગેઝીનની દુનિયા સાથે સંકળાયેલા છે અને ઓશો મેગેઝીનને છેલ્લા ૪૭ વર્ષોથી લોકો સુધી પહોંચાડવામાં ભગીરથ કાર્ય કરે છે.

સરકારી નિયમ અનુસાર કાર્યક્રમ

ઓશોના સૂત્ર ઉત્સવ આમાર જાતિ આનંદ આમાર ગૌત્રને સાર્થક કરતાં વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન - કિર્તન, ગીત - સંગીત, વિવિધ સંપ્રદાયના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં રાત અને દિવસ ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનું એકમાત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર નિયમીત છેલ્લા ૩૫ વર્ષથી અવાર - નવાર ઉત્સવ ઉજવવામાં આવે છે. જેનું સંચાલન સ્વામી સત્યપ્રકાશ કરી રહ્યા છે.

ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર દરરોજ સવારે નિયમીત ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૬:૪૫ થી ૮ સંધ્યા ધ્યાન છેલ્લા ૩૬ વર્ષોથી એકપણ દિવસ ચૂકયા વગર સામુહિક ધ્યાન કરવામાં આવે છે.

સ્વામી સત્ય પ્રકાશજીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ જ અભિનંદનવર્ષાનો ધોધ વહી રહ્યો છે. મો.૯૪૨૭૨ ૫૪૨૭૬.

(11:52 am IST)