Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

અખિલ ભારત હિન્દુ મહાસભાના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે રાજકોટના વિમલ પટેલ

રાજકોટ : અખિલ ભારત હિન્દુ મહાસભા જેવાં મહત્વના સંગઠનમાં રાજકોટ શહેરના અને મૂળ મોડાસાના વતની વિમલ પટેલની વરસોડા (ગાંધીનગર) ખાતે વરણી કરવામાં આવી છે. આ સંગઠનની રચના વીર સાવરકરજીએ કરેલ હતી, જેમાં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, તત્કાલીન મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલ સહિતના રાજનીતિજ્ઞો સભ્યો રહી ચુક્યા છે. વરણી  વખતે પ્રદેશ અધ્યક્ષ મિતેષ પટેલ, રાષ્ટ્રીય મંત્રી નિમેશ ખંભાયતા, કાર્યકારી પ્રમુખ નિલેશસિંહ રાઠોડ , પ્રદેશ મહામંત્રી હિમાંશુ પંચાલ, સુરેશભાઇ ચોૈધરી ગાંધીનગર જિલ્લા શિક્ષણ ( આચાર્ય ) સંઘ પ્રમુખ,  સામાજિક આગેવાન શ્રી સુરેશભાઈ ચોેધરી (પામોલ), ભાવેશ ચોેધરી (રમોસ), ગોેતમ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતાં.

(11:51 am IST)
  • મહારાષ્ટ્રમાં ચોમાસું દસ્તક દઈ ચૂક્યું છે અને માયનાગરી મુંબઈમાં ભારે વરસાદ ચાલુ છે. શુક્રવારે પણ સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે દિવસભર ભારે વરસાદ પડી શકે છે. રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે મુંબઈના પરા મલાડ (પશ્ચિમ) માં ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 12 લોકોનાં મોત અને સાત ઘાયલ થયા હતા. મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. બીજી ઘટનામાં, ગુરૂવારે સાંજે દહિસર વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. access_time 9:31 am IST

  • કોવિડ મહામારી અને લોકડાઉનથી અર્થતંત્રને ફટકો પડતા તેલંગાણાના મુખ્યમંત્રીએ રાજ્યની મહેસૂલ વધારવા માટે રાજ્ય સરકાર હસ્તકની રૂ .20,000 કરોડની જમીનો વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. વધુ બે રાજ્ય સરકારો પણ નજીકના ભવિષ્યમાં પોતાની લેન્ડ બેંક વેચવાની યોજના બનાવી રહી હોવાનું જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:16 am IST

  • સુપ્રીમ કોર્ટે AIIMS દ્વારા લેવાતી INI CET પરીક્ષા 2021 ને, કોરોના પરિસ્થિતિના કારણે, એક મહિના માટે મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આ પરીક્ષા, જે 16 જૂને યોજાવાની હતી, હવે એક મહિનાની સમાપ્તિ પછી કોઈપણ સમયે યોજી શકશે. access_time 1:32 pm IST