Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ન્યારાના સસ્તા અનાજના દુકાનદારને ત્યાં રૂરલ પ્રાંતનો દરોડોઃ ૧ર હજારનો જથ્થો સીઝ

સ્ટોક ડીફરન્સ નીકળતા ઘઉં-ચોખા-મીઠુ-કેરોસીન સીઝ કરાયા

રાજકોટ, તા., ૧૧: પડધરી તાલુકાના ન્યારા ગામે રાજકોટ રૂરલ પ્રાંત શ્રી ઓમપ્રકાશે સસ્તા અનાજના દુકાનદાર દિનેશ મકવાણાને ત્યાં દરોડો પાડી ચેકીંગ કરતા અનેક ગેરરીતીઓ મળી આવી હતી અને તેના પરીણામે ૧ર હજારની કિંમતનો જથ્થો સીઝ કરી દેવાયો હતો.

રૂરલ પ્રાંત શ્રી ઓમ પ્રકાશ તલાટી દફતરની ચકાસણી કરવા ગયા હતા અને ત્યાંથી એકાએક ઉપરોકત દુકાનદારને ત્યાં દરોડો પાડતા, સ્ટોક ડીફરન્સ મળી આવતા ર હજાર કિલો ઘઉ, ૧ હજાર કિલો ચોખા, ૯૬ કિલો મીઠુ અને ૧૭૦ લીટર કેરોસીન મળી કુલ ૧રપ૦૦થી વધુ કિંંમતનો જથ્થો સીઝ કર્યો હતો. આ દરોડો અંગે પડધરી મામલતદાર શ્રી ગોઠીએ રાજકોટ જીલ્લા પુરવઠા અધિકારીને રીપોર્ટ કર્યાનું ઉમેરાયું છે.

(4:24 pm IST)