Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

વ્યાજંકવાદના ગુનામાં પકડાયેલ બે આરોપીઓને જામીન પર છોડવા હુકમ

રાજકોટ તા ૧૧  : વ્યાજંકવાદ ના ગુનામાં પકડાયેલ ઘનશ્યામ દેવાયતભાઇ શૈયા તથા રાજેન્દ્ર વી. ભટ્ટીને જામીન ઉપર છોડવાનો ડીસ્ટ્રી. એન્ડ સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટમાં એસ.એન.કે. સ્કુલમાં મદદનીશ તરીકે નોકરી કરતા ઉર્મીલાબેન બીપીનભાઇ સોલંકી એ ગાંધીગ્રામ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવીને જણાવેલ કે, મારે સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. ગત તા. ૨૧-૫-૧૯ ના રોજ સાંજના આશરે ૫ વાગ્યાના સમયે મારા પતિ બીપીનભાઇ સોલંકી કોઇને કહયા વગર ઘરેથી નીકળી ગયેલ અને મોબાઇલ ફોનની નીચે એક ચિઠી બીપીનભાઇના હાથથી લખેલ હતી. તે ચીઠ્ઠીમાં જણાવેલ હતું કે, વ્યાજખોરના ત્રાસથી કંટાળીને પોતે આત્મહત્યા કરવા જવાનું કહીને નીકળી ગયેલ હોય તેવું જણાવેલ હતું. ફરીયાદીના ઘરમાંથી ફરીયાદીના હાથે લખેલ એક ડાયરી નિકળેલ હતી, જેમાં જે જે   લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હતા તેના નામ અને રકમ જણાવેલ હતી. તેથી ફરીયાદી ઉર્મીલાબેન એ પોલીસમાં ગુનો નોંધાવીને જણાવેલ કે, મારા પતિએ આ તમામ લોકોને વ્યાજ સહિતની રકમ ચુકવી આપેલ હતી, છતાં મારી નાખવાની ધમકીઓ આરોપી દ્વારા આપેલ છે અને લખાણ કરાવી લીધેલ છે અને કોરા ચેકો લીધેલ છે. તેમ કુલ ૨૦ લોકોની સામે યુનિ. પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૮૬,૫૦૪, ૫૦૬(૨) તથા મનિ લેન્ડ એકટની કલમ ૫,૪૦,૪૨ મુજબ ગુનો નોંધાવેલ હતો.

આ ગુનામાં યુની. પોલીસ સ્ટેશનના અમલદારે અરજણભાઇ કેસાભાઇ બગડા તથા ઘનશ્યામભાઇ દેવાયતભાઇ તથા રાજેન્દ્રભાઇ વૃજલાલ ભટ્ટી ની ધરપકડ કરેલ હતી. અને કોર્ટએ આરોપીને જેલ હવાલે કરેલ હતા.

એડી. ડીસ્ટ્રી. એન્ડ સેશન્સ જજશ્રીએ બન્ને પક્ષોની રજુઆત ધ્યાને લઇને આરોપી રાજેન્દ્રભાઇ વૃજલાલ ભટ્ટી અને ઘનશ્યામભાઇ શૈયાને શરતોને આધીન રૂા ૧૫/- હજાર (પંદર હજાર) ના જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

આરોપી પક્ષે એડવોકેટ સંજયભાઇ એચ. પંડયા, જયેન્દ્રભાઇ ગોંડલીયા તથા મનિષ એચ. પંડયા, નિલેશ ગણાત્રા, કે.સી. વ્યાસ તેમજ રવિભાઇ ધ્રુવ, તથા ઇરશાદ શેરસીયા રોકાયા હતા.

(4:22 pm IST)