Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

નરેન્દ્રભાઇ મોદીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો

જયોતિ સોઇંગ મશીન કા. વાળા મહેશભાઇ કોટકની સુપુત્રીના શુભ લગ્ન રંગેચંગે સંપન્ન

રાજકોટઃ અહિંનાં મે. જયોતિ સોઇંગ મશીન કાું. વાળા શ્રી મહેશભાઇ કોટક ત્થા શ્રીમતિ મીનાબહેન કોટકની સુપુત્રી ચિ. જિનલનાં શુભ લગ્ન રાજકોટનાં પ્રતિષ્ઠિત વેપારી મે. રામકો એજન્સીવાળા શેઠ શ્રી પંકજભાઇ પોપટ ત્થા શ્રીમતિ આરતિબ્હેન પોપટનાં સુપુત્ર ચિ. જનકકુમાર સાથે બાલભવન ખાતે હર્ષોલ્લાસ સાથે આનંદમય વાતાવરણમાં યોજાઇ ગયેલ હતા. આ શુભ પ્રસંગે રાજકોટ ત્થા પંજાબથી આવેલા વેપારી મિત્રો અપના બઝારનાં ચેરમેન શ્રી મહેન્દ્રભાઇ શેઠ, વાઇસ ચેરમેન શ્રી પંકજભાઇ દેશાઇ ત્થા સર્વે ડિરેકટરો અને કર્મચારી પરિવાર, નાગરિક બેંકનાં સ્ટાફનાં સભ્યો ત્થા અન્ય નિમંત્રીત મહેમાનોએ હાજરી આપેલ હતી.  કોટક પરિવારનાં વડિલ કાકા શ્રી છોટુભાઇ કોટકનાં સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ શ્રી બિપિનકુમાર રૂપારેલીયા, શ્રી દિપકકુમાર રાયઠઠ્ઠા, શ્રી જયેશકુમાર બુધ્ધદેવ ત્થા શ્રી હર્ષદકુમાર બુધ્ધદેવે સર્વે મહેમાનોનું સ્વાગત કરેલ.  ભોજન વિભાગમાં શ્રી ભગતભાઇ સોમેશ્વરની આગેવાની હેઠળ શ્રી રૂપેશભાઇ ભોજાણી, વાસવ બુધ્ધદોેવ, વિદિત બુધ્ધદેવ, કિર્તન ભોજાણી ત્થા સમર્થ રાયઠઠ્ઠાએ જહેમત ઉઠાવેલ હતી. શાસ્ત્રોકત લગ્ન વિધિ શાસ્ત્રી શ્રી અજયભાઇ રજનીકાંત જોષીએ કરાવેલ હતી. દેશનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ દાદા સ્વ. વનુભાઇ કોટક સાથેનાં જુનાં જુના સબંધો કાયમ રાખીને શ્રી મહેશભાઇ ઉપર શુભેચ્છા સંદેશો મોકલાવેલ. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાગરિક બેંકના ચેરમેન શ્રી નલીનભાઇ વસા વા. ચેરમેન શ્રી જીવણભાઇ પટેલ, ફેડરેશનનાં ચેરમેન શ્રી જયોતિન્દ્ર મહેતા ત્થા શ્રી કલ્પકભાઇ મણીયારે પણ નવદંપતિને શુભેચ્છા સંદેશા મોકલેલ હતા. (મહેશભાઇ કોટક ૯૮૭૯૪ ૮૦૩૦૦)

(4:21 pm IST)