Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

રઘુવંશી પરિવાર દ્વારા નોટબૂક વિતરણ

 રઘુવંશી સમાજના સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને ભણતરમાં ઉપયોગી થાય તેવા ચોપડાનું રઘુવંશી પરિવાર દ્વારા નજીવા દરે વિતરણ કરાયુ હતુ. કાર્યક્રમની શરૂઆતમાં પૂ.જલારામબાપા અને રામદરબાર સમક્ષ સંસ્થાના મોભી પ્રતાપભાઇ કોટક, હસમુખભાઇ ભગદેવ, જેષ્ઠારામભાઇ ચતવાણી, કલ્પેશભાઇ તન્ના, મયંકભાઇ પાંઉ, અમિતભાઇ પાંઉ દ્વારા દીપપ્રાગટય કરવામાં આવેલ. આ પ્રસંગે લોહાણા શ્રેષ્ઠી નવીનભાઇ ઠકકર (શિક્ષણ શાસ્ત્રી), હરેશભાઇ લાખાણી (ડી.એમ.એલ. ગ્રુપ), રમેશભાઇ ઠકકર (ગીરીરાજ હોસ્પિટલ), હસુભાઇ ચંદારાણા (વિહીપ અગ્રણી), શૈલેષભાઇ પાબારી (જલારામ હોસ્પિટલ), પરેશભાઇ પોપટ (આર.ડી. ગ્રુપ), લોહાણા મહાજનના મંત્રી રીટાબેન કોટક, પૂર્વ પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, મહાજન યુવા આગેવાન પરેશભાઇ તન્ના, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મંત્રી વિક્રમભાઇ પુજારા, ચેરમેન મનીષભાઇ રાડીયા, કોર્પોરેટર મીનાબેન પારેખ, શહેર કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, દિનેશભાઇ કારીયા, કોર્પોરેશન અધિકારી કનુભાઇ હીંડોચા, જીતુલભાઇ ગોટેચા, મહિલા સમીતીમાંથી મનીષાબેન ભગદેવ, જાગૃતિબેન ખીમાણી, કિરણબેન કેસરીયા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મેહુલભાઇ નથવાણી, વિપુલભાઇ મણીયાર, ધવલભાઇ પાબારી, કલ્પેશભાઇ બગડાઇ, રાજુભાઇ પોપટ, કૌશીકભાઇ માનસતા, રાજેશભાઇ સોનછત્રા (કાનાભાઇ), ઉમેશભાઇ સેદાણી, સુધીરભાઇ સોમૈયા, વિપુલભાઇ કારીયા, ધર્મેશભાઇ વસંત, અમિતભાઇ અઢીયા, (હિમાંશુભાઇ કારીયા), નીશીત જીવરાજાની, વિજયભાઇ પોપટ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:57 pm IST)