Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

મ્યુ. કોર્પોરેશન અને લુહાર સમાજ દ્વારા મૉ કાર્ડ કેમ્પ યોજાયો : ૨૬૫ પરિવારે લાભ લીધો

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેવાડાના માનવીને આરોગ્ય સેવા પુરી પાડવાના ઉદેશથી જરૂરતમંદ શહેરીજનો માટે રાજકોટ મહાનગરપાલીકાની આરોગ્ય સમિતિ તથા સમસ્ત લુહાર સમાજ દ્વારા ભવાની ચોક , દેવપરા શાકમાર્કેટ પાછળ, શિયાણીનગર મેઇન રોડ, રાજકોટ ખાતે ''મા ંવાત્સલ્ય કેમ્પ'' યોજવામાં આવેલ. આ કેમ્પમાં લુહાર સમાજના ૨૬૫ પરિવારોને '' માં વાત્સલ્ય કાર્ડ કાઢી આપવામાં આવેલ. આ કેમ્પનું ઉદ્ઘાટન  મોહનભાઇ કુંડારીયા, સંસદસભ્ય, રાજકોટના હસ્તે દિપ પ્રાગટય કરી શુભારંભ કરાવવામાં આવેલ, તેમજ કાર્યક્રમની અધ્યક્ષતામાં બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહયા હતા

આ કેમ્પમાં પ્રેરણાદાયી ઉપસ્થિતી તરીકે ધનસુખભાઇ ભંડેરી, ચેરમેનશ્રી, ગુજરાત મ્યુની. ફાયનાન્સ બોર્ડ, કમલેશભાઇ મીરાણી પ્રમુખ, રાજકોટ શહેર ભા.જ.પ. નીતિનભાઇ ભારદ્વાજ (પ્રદેશ ભાજપ અગ્રણી), ગોવિંદભાઇ પટેલ ધારાસભ્ય, અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્ય, લાખાભાઇ સાગઠીયા ધારાસભ્ય, ભાનુબેન બાબરીયા રાષ્ટ્રીય મંત્રી, અનુસુચીત જાતી મોરચો, અંજલીબેન રૂપાણી પ્રભારી શહેર ભા.જ.પ. મહિલા મોરચો, ભીખાભાઇ વસોયા પૂર્વ પ્રમુખ, રાજકોટ, અશ્વિનભાઇ મોલીયા (ડે. મેયર મ્યુ.કો.) દલસુખભાઇ જાગાણી (નેતા શાસક પક્ષ, મ્યુ.કો.) અજયભાઇ પરમાર (દંડક રાજકોટ મ્યુ.કો) જીતુભાઇ કોઠારી (મહમંત્રી રાજકોટ ભા.જ.પ), કિશોરભાઇ રાઠોડ (મહામંત્રી રાજકોટ ભા.જ.પ.) શ્રી દેવાંગભાઇ માંકડ (મહામંત્રીશ્રી, રાજકોટ શહેર ભા.જ.પ.) કંચનબેન સિધ્ધપુરા (રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ) તેમજ મુખ્ય મહેમાન તરીકે ભુપેન્દ્રભાઇ એમ. ડોડીયા પ્રમુખ લુહાર હિતેચ્છુ મંડળ, રાજકોટ, દેવરાજભાઇ વી કવા, પ્રમુખશ્રી, લુહાર  બોર્ડીગ, રાજકોટ, પ્રવીણભાઇ આસોડીયા, પ્રમુખ મચ્છુ કડીયા લુહાર જ્ઞાતિ મંડળ, રાજકોટ, લીલાબેન કવા, પ્રમુખ લુહાર મહિલા વિકાસ મંડળ, રાજકોટ હાજર રહેલ.

(3:56 pm IST)