Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

પાંચ દાયકાથી ધ્યાનમય જીવન

રાજકોટ : રાજકોટ ખાતેનાં ઓેશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ૪ વૈદવાડી, ગોંડલ રોડ, ફાટક પાસેના ઓેશો ધ્યાન મંદિરના સંચાલક સ્વામિ સત્ય પ્રકાશજી નો  આજે જન્મ દિવસ છે  તેઓશ્રી ૬૯ વર્ષ પુર્ણ કરી ૭૧ માં વર્ષમાં પ્રવેશ કરે છે.

સ્વામિ સત્યપ્રકાશજી છેલ્લા ૫૦ વર્ષથી એશોનાં કાર્ય સાથે સંકળાયેલા છે, ઓેશો સોૈ પ્રથમ ૧૯૬૭ માં રાજકોટ આવ્યા ત્યારે કિશોરાવસ્થામાં જ ઓેશોથી આકર્ષાયા  હતા તેઓશ્રી ઓેશોના પ્રવચનથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને ઓશોની રૂબરૂ મુલાકાત કરી હતી કિશોરાવસ્થા બાદ ભરયુવાનીમાં ઓેશો જયારે 'આચાર્ય રજનીશ' તરીકે ઓળખાતા હતા ત્યારે ઓેશોનો બહોળો પ્રચાર કરી મિત્રોમાં કેસેટો સંભળાવવી નાની પુસ્તિકાઓ વહેંચવી અને ધ્યાન કરવું તથા કરાવવું આ એનું મુખ્ય લક્ષ્ય હતું તેઓશ્રી આજે પણ ૨૬ વર્ષથી 'ઓેશો ધ્યાન મંદિર' નું સંચાલન કરે છે અને પોતે પણ નિયમીત ધ્યાન કરે છે. સ્વામિજીએ બી.કોમ. સુધીનું શિક્ષણ લીધુ છે.

આજે વિશ્વમાં ઓેશોના હજારો ધ્યાન કેન્દ્રો અને આશ્રમો છે. એમાના થોડા ઘણા ધ્યાન કેન્દ્રો અને આશ્રમોમાં નિયમીત ધ્યાન-સાધના થાય છે. એમાનું આ એક ' ઓેશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ' છે. ધ્યાન સન્યાસ તથા ઓેશો સાહિત્ય માટે ર૪ કલાક ખુલ્લું રહેતું એકમાત્ર ઓેશો ધ્યાન કેન્દ્ર છે. જયારે દરરોજ સવારે. ત્યાં સાંજે નિયમીત ઓેશોના ધ્યાન થાય છે. દર માસે એક દિવસીય ધ્યાન શિબીર યોજાય છે અને વર્ષમાં ત્રણથી ચાર મુખ્ય ત્રિદિવસીય ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત ઓેશોના તમામ વાર્ષિકોત્સવ જે તેસમયે ઉજવવામાં આવે છે.આ કેન્દ્રોમાં ઓેશોનું તમામ સાહિત્ય હિન્દી, અંગ્રેજી પુસ્તકો, સી.ડી., ડીવી.ડી., લાઇબ્રેરી સીસ્ટમ તેમજ વેચાણ માટે ઉપલબ્ધ છે.

ઉપરાંત સ્વામીજી પુસ્તક પ્રદર્શન અવાર-નવાર યોજે છે જે ૧૦ દિવસ સુધીના હોય છે તથા આ કેન્દ્રમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી ઓેશો પુસ્તિકોની લાયબ્રેરી ચાલુ હોય છે તેમજ આ ધ્યાન કેન્દ્ર સન્યાસ લેવા ' તેમજ ધ્યાન કરવા માટે તેમજ ઓેશો સાહિત્ય માટે ૨૪ કલાક હંમેશા ખુલ્લું રહે છે. આ કેન્દ્ર ઉપર બહાર ગામથી આવતા સન્યાસી મિત્રો માટે રહેવાની તેમજ જમવાની સગવડ છે. સ્વામિ સત્યપ્રકાશજી આ સમગ્ર કામનું અદભુત અને સફળતાપુર્વક વ્યવસ્થિત સંચાલન કરે છે. સ્વામિ સત્યપ્રકાશજીના આજના જન્મ દિવસના અભિનંદન માટે પોતાનો બહોળો મિત્રવર્ગ તેમજ બહોળો પરિવાર, સગા, સબંધી તથા ઓશો પરિવાર સહ અભિનંદન વર્ષા થઇ રહી છે. સ્વામિજીનો મોબાઇલ નંબર ૯૪૨૭૨ ૫૪૨૭૬ છે.

સંકલનઃ-

સ્વામિ જીનસ્વરૂપ સરસ્વતી

આર.જે. આહ્યા

(3:53 pm IST)