Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

પાંચ લાખનો ચેક પાછો ફરતા જયકિશન ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર સામે ફરીયાદ

રાજકોટ, તા., ૧૧: અત્રેના જયકિશન ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર વિજયભાઇ રસીકભાઇ પરમાર, રહે. જયકિશન પુનીત સોસાયટી મેઇન રોડ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરની સામે પુનીત સોસાયટીની ઓફીસની નજીક કોઠારીયા રોડ રાજકોટ વાળા સામે રાજકોટની કોર્ટમાં ચેર રીટર્ન થયા અંગેની ફરીયાદ હાર્દિક મનસુખભાઇ સોરઠીયાએ દાખલ કરેલ હોય ફરીયાદ રજીસ્ટરે લઇ આરોપી સામે સમન્સ ઇસ્યુ કરવાનો કોર્ટે હુકમ કરેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવા પ્રકારની છે કે ફરીયાદી મનસુખભાઇ સોરઠીયા હાર્દિક ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર છે અને રાજકોટ મુકામે બજરંગ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં હાર્દિક ઇન્ડસ્ટ્રીઝમાં હાર્ડવેરનું મેન્યુફેકચર્સનું કામકાજ કરે છે.

ફરીયાદી પાસેથી આરોપીએ રૂ.પ,૦૦,૦૦૦ અંકે રૂપીયા પાંચ લાખ પુરા હાથ ઉછીના લીધેલ અને ત્યાર બાદ ફરીયાદીને રકમની જરૂરીયાત પડતા આરોપીને જાણ કરેલ જેથી ફરીયાદીને રોકડા આપવાના બદલે દેનાબેંક ઢેબર રોડ શાખા રાજકોટના ચેક રકમ રૂ. પ,૦૦,૦૦૦ અંકે રૂપીયા પાંચ લાખ પુરાનો ચેક આપેલ અને સદરહું રકમ તેમાંથી વસુલ કરી શકશો તેવું વચન, વિશ્વાસ અને ખાત્રી આપેલ. આરોપીએ આપેલ વચન અને વિશ્વાસ પર ભરોસો રાખી ફરીયાદીએ તેમની બેંકમાં ચક રજુ કરતા સદરહું ચેક ફંડ ઇન્સફીસીયન્ટના શેરા સાથે રીટર્ન થયેલ જેથી ફરીયાદીએ કાયદાની જોગવાઇ મુજબની ડીમાન્ડ નોટીસ પણ મોકલાવેલ જે નોટીસ તેઓને મળી ગયેલ હોવા છતા તેમને રકમ ચુકવી નહી કે ચુકવવાની દરકાર પણ કરેલ નથી. જેથી અમો ફરીયાદીએ જયકિશન ઇન્ડસ્ટ્રીના પ્રોપરાઇટર વિજયભાઇ રસીકભાઇ પરમાર સામે રાજકોટની કોર્ટમાં ચેક રીટર્ન અંગેની ફરીયાદ કોર્ટમાં કરેલ છે.

આ ફરીયાદના અનુસંધાને અદાલતે ફરીયાદીની ફરીયાદ રજીસ્ટરે લઇ તહોમતદાર જયકિશન ઇન્ડસ્ટ્રીના પ્રોપરાઇટર વિજયભાઇ રસીકભાઇ પરમાર સામે સમન્સ કાઢી કોર્ટમાં હાજર રહેવાનો હુકમ કરેલ છે.

આ કામમાં ફરીયાદી હાર્દિક મનસુખભાઇ સોરઠીયા વતી રાજકોટના એડવોકેટ શ્રી રાકેશ ટી.કોઠીયા, નમીતા આર.કોઠીયા, નિશાંત ગોસ્વામી શૈલેષ મુંગલરા તથા ભાવીક મેતા રોકાયેલા હતા.

(3:53 pm IST)