Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

રાધેક્રિષ્ન સોસાયટીના મકાનો પડાવવાના કારસા સાથે મારે કોઇ લેવાદેવા નથીઃ મયુરસિંહ જાડેજાની રજૂઆત

રાજકોટઃ યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલથી રૈયા તરફ જતાં રસ્તા પર છેક ૨૦૦૧થી વસેલી રાધેક્રિષ્ન સુચિત સોસાયટીના રહેવાસીઓ ઉપર ધમકીનું સામ્રાજ્ય બિછાવી સસ્તામાં મકાન પડાવી લેતી ગૂંડા ટોળકી અંગે થયેલી રજૂઆતમાં મારે કોઇ લેવા દેવા નથી...તે પ્રકારની રજૂઆત નાના મવાના મયુરસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાએ પોતાના ટેકેદારો સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે કરી હતી. આ રજૂઆતમાં જણાવ્યું છે કે તા. ૧૭-૫-૨૦૧૯ના યુનિવર્સિટી પોલીસ મથકમાં મારા નામ સાથે અન્ય કેટલાક શખ્સોના નામ જોડી મકાન પચાવી પાડવા મહિનાઓથી માનસિક ત્રાસ અને ધાકધમકી અપાતી હોવાનું જણાવાયું હતું. આ પ્રકરણ સાથે મારે કોઇપણ પ્રકારે લેવાદેવા નથી.  મારા મોટા ભાઇ કોંગ્રેસના કોર્પોરેટર છે. તેમની રાજકિય કારકિર્દીને બટ્ટો લગાડવાના ઇરાદે મારા નામ સાથેની ખોટી ફરિયાદ કરવામાં આવી છે. અમને પોલીસે આ બાબતે પુછપરછ માટે બોલાવી નિવેદન પણ નોંધ્યું છે. આ તપાસ એસીપી દરજ્જાને સોંપાય તેવી મારી માંગણી છે. તેમ પોલીસ કમિશનરને કરેલી લેખિત રજૂઆતમાં વધુમાં જણાવાયું છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:52 pm IST)