Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ઇજનેરીના ૩૩૧૬૪ અને ફાર્મસીના ૧૫૩૩૬ વિદ્યાર્થીઓનું કામ ચલાઉ મેરીટ લીસ્ટ જાહેર

રાજકોટઃ તા.૧૧, એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ કોર્ષીષ (એસીપીસી)ના સભ્ય સચીવની યાદી જણાવે છે કે,  આજરોજ  ડીગ્રી એન્જીનીયરીંગ અને બી ફાર્મ/ ડી ફાર્મનું  પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવેલ છે, અત્રેે પ્રવેશ વર્ષ-૨૦૧૯ માં ઇજનેરી માં ૩૩૧૬૪ વિધાર્થીઓનું મેરીટ લિસ્ટ જાહેર કરાયેલ છે. જયારે ફાર્મસી માં ૧૫૩૩૬ જેટલા વિધાર્થીઓનું  પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે. ઇજનેરી વિદ્યાશાખા માં ૩૩૮૨૮ જેટલા વિધાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવેલ જયારે ફાર્મસી માં ૧૫૫૭૩ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી પોતાના લોગ ઇન માંથી પોતાના માકર્સ પણ ચકાસી શકશે. વિદ્યાર્થી પોતાનો મેરીટ નંબર www.gujacpc.nic.in માં પોતાના મોડયુલમાં લોગ-ઇન કરીને જોઈ શકશે તથા www.jacpcldce.ac.inમાં યુઝર આઈ.ડી નંબર આપીને જોઈ શકશે.

 ઘણા વર્ષો બાદ ઇજનેરી વિદ્યાશાખામાં પ્રથમ ક્રમે વિદ્યાર્થીની આવેલ છે. જેનું નામ માણેક નિધિ ભરતભાઈ છે. જેને ૯૯.૯૯ મેરીટ માકર્સ આવેલ છે. જે ભાવનગરની રહેવાસી છે.આ સાથે એન્જીનીયરીંગ તથા ફાર્મસી માં મોક રાઉન્ડ ની શરૂઆત પણ આજરોજથી શરૂ કરી દેવામાં આવેલ છે. ઇજનેરી શાખા માટે વિદ્યાર્થી તા.૧૬  તથા ફાર્મસીમાં તા.૧૮ સુધી ચોઈસ ફીલિંગ કરી શકશે. ઇજનેરી નું ફાઇનલ મેરીટ લિસ્ટ તા. ૧૯ અને ફાર્મસી નું ફાઇનલ મેરીટ લિસ્ટ તા. ૨૧ના રોજ જાહેર કરવામાં આવશે.

રાજય સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૧૯ થી ૧૦% બેઠકોને  ઇકોનોમીકલ વેકર સેકશન (EWSs) અનામત રાખવામાં આવેલ છે. જે ન્વયે સરકારી અને સ્વનિર્ભર સંસ્થાઓની સરકારી બેઠકો પર ૨૫ % બેઠકોનો વધારો કરવામાં આવેલ છે. જે અન્વયે ડિગ્રી ઇજનેરીમાં કુલ બેઠકો ૭૨૩૮૮ ઉપલબ્ધ છે જેમાં સમિતી દ્વારા ૬૨૭૩૨ બેઠકો પર પ્રવેશ ફાળવણી થશે. જયારે ફાર્મસી અભ્યાસક્રમમાં કુલ બેઠકો ૭૨૪૮   ઉપલબ્ધ છે જેમાં સમિતી દ્વારા પ૯૯૦ બેઠકો પર પ્રવેશ ફાળવણી થશે.

વિધાર્થીઓને વધુ માં વધુ બેઠકો પર ચોઇસ ફિલિંગ કરવાની સાથે તેમનો પીન અને પાસવર્ડ કોઈપણ વ્યકિતને આપવા  નહિ તેવી ખાસ સલાહ આપવામાં આવી છે.

(3:52 pm IST)