Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

૧૫૦ ફુટ રીંગ રોડ પર ડિમોલીશનઃ ત્રણ મકાનો-વંડાનો દબાણો દુર કરી અધધ..૧.૧૪ અબજની જમીન ખુલ્લી

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે  બંછાનીધી પાનીના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જેમાં સરકારશ્રી દ્વારા ટી.પી.સ્કીમ નં.૯ (રાજકોટ) તા.૮ નવે. પ્રારંભિક મંજુર કરવામાં આવેલ. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મકાનો દુર કરવા નોટીસ આપવામાં આવેલ, તેમજ વારંવાર રૂબરૂ સ્થળ પર પણ જાણ કરવામાં આવેલ. તેમ છતાં આ દબાણ દુર કરવામાં ન આવતા આજરોજ એફ.પી.નં.એસ-ર તથા એસ-૩ (એસ.ઇ.ડબલ્યુ.એસ.એચ.), હિંમતનગર પાછળ, ૧૫૦ રીંગ રોડ, રાજકોટના અનામત પ્લોટ પર આવેલ આશરે ત્રણ મકાનો તથા કાચા વંડાના દબાણો દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેમાં આશરે ૨૨૯૨૫.૦૦ ચો.મી.ની આશરે રૂ.૧,૧૪,૬૨,૫૦,૦૦૦ની જમીન ખુલ્લી કરાવેલ છે. આ ડીમોલીશનમાં વેસ્ટ ઝોન શાખાના આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર પી.ડી.અઢીયા, એ.જે. પરસાણા, આર.એન.મકવાણા તથા ટાઉન પ્લાનીંગ શાખાનો તમામ સ્ટાફ, તથા વીજીલન્સ શાખાના ડી.વાય.એસ.પી.ઝાલા સાહેબ તથા પી.એસ.આઇ ચુડાસમા તથા તેમનો સ્ટાફ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ તથા રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃઅશોક બગથરીયા)

(3:50 pm IST)