Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

વોર્ડ નં. ૧ર-૧૭-૧૮ માંથી ૧૪પ ટન કચરાનો નિકાલઃ ૩૭ર ઘરોમાં ફોગીંગ

રાજકોટ તા. ૧૧: દેશમાં ''સ્વચ્છતા ભારત મિશન'' અંતર્ગત સ્વચ્છતાનો શુભારંભ કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ''વન ડે-થ્રી વોર્ડ'' સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજે વોર્ડ નં. ૧ર, ૧૭ અને ૧૮ માં ઝુંબેશ હાથ ધરાઇ હતી. તેમાં ૬૩૭ વિસ્તારોમાંથી ૧૪પ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આજ રોજ ''વન-ડે-થ્રી-વોર્ડ'' ઝુંબેશ અન્વયે આરોગ્ય શાખાની શહેરી મેલેરિયા યોજના દ્વારા વોર્ડ નં. ૧ર, ૧૭ અને ૧૮ માં ૧૪પ૯ ઘરોની મુલાકાત લઇ ૬૦૩૯ ટાંકા-પીપ સહિતના પાત્રો તપાસવામાં આવેલ ૩૭ર ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવેલ, ર૧૩ ઘરોમાં પોરાભક્ષક ગપ્પી માછલીઓનું વિતરણ કરવામાં આવેલ. આજની આ કામગીરીમાં ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઇ ભોરણીયા, કોર્પોરેટર અનીતાબેન ગૌસ્વામી, ઘનશ્યામસિંહ એન. જાડેજા, સંજયભાઇ અજુડીયા, જયાબેન ટાંક, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, વોર્ડ નં. ૧ર પ્રભારી ડો. પ્રદીપભાઇ ડવ, પ્રમુખ યોગરાજસિંહ જાડેજા, મહામંત્રી સુરેશભાઇ રામાણી, મૌલિકભાઇ દેલવાડીયા, વોર્ડ નં. ૧૭ પ્રભારી જીગ્નેશભાઇ જોષી, પ્રમુખ રાજુભાઇ ફળદુ, મહામંત્રી હીરાભાઇ ડાંગર, ઇન્દ્રજીતસિંહ જાડેજા, વોર્ડ નં. ૧૮ પ્રભારી સંજયભાઇ ઘવા, પ્રમુખ રાજુભાઇ માલધારી, મહામંત્રી સંજયસિંહ રાણા, દિનેશભાઇ લીંબાસીયા, અગ્રણી મનોજભાઇ પાડલીયા, કનકસિંહ જાડેજા તથા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ તેમજ વોર્ડના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:50 pm IST)