Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

વાવાઝોડા સંદર્ભે

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના તમામ એસ.ટી. ડેપો હાઇએલર્ટઃ ડિવીઝન ઓફીસમાં સ્પે. કન્ટ્રોલ રૂમ

જીપીએસ સિસ્ટમ સતત ચાલુ રાખવા-પાણી ભરાયા હોય ત્યાં બસ ન ચલાવવા આદેશો

રાજકોટ તા. ૧૧: સૌરાષ્ટ્રના કાંઠે ઝળુંબતા વાવાઝોડાના ભય સંદર્ભે એસ.ટી. તંત્રે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના તમામ એસ.ટી. ડેપોને હાઇએલર્ટ આપ્યું છે, સ્થિતિને પહોંચી વળવા બસો તૈયાર રાખવા, પાણી ભરાયા હોય ત્યાં બસો ન ચલાવવા, કે એવા કોઇ જોખમ ન લેવા ડ્રાઇવર-કંડકટરોને આદેશો કરાયા છે, જોખમ જેવું લાગે ત્યારે બસોને સલામત સ્થળે ખસેડી લેવા અને દરેક બસમાં જીપીએસ સિસ્ટમ હોય આ સિસ્ટમ સતત ચાલુ રાખવા તેમજ દરેક ડ્રાઇવર-કંડકટરોને જે તે રૂટના રસ્તાના નકશા અપાયા હોય તેને અનુસરવા પણ આદેશો કરાયા છે.રાજકોટ ડિવીઝનલ કચેરીમાં વાયુ વાવાઝોડા અંગે સ્પે. કન્ટ્રોલરૂમ પણ શરૂ કરી દેવાયો છે.

(3:48 pm IST)