Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

રાજકોટ-મુંબઇ વચ્ચે હવાઇ સેવા માટે ગો ઇન્ડીયાનું હકારાત્મક વલણઃ ગ્રેટર ચેમ્બર

રાજકોટ, તા., ૧૧: જેટ એરવેઝ દ્વારા ચાલતી રાજકોટ-મુંબઇની ત્રણ ફલાઇટો ૧ લી મે ર૦૧૯ થી કેન્સલ કરવા અંગેની જાહેરાત કરવામાં આવતા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અન્ય જુદી જુદી એરલાઇન્સ ચલાવતી છ એક કંપનીઓને પત્ર દ્વારા મુંબઇ-રાજકોટ-મુંબઇ તથા દિલ્હી-રાજકોટ દિલ્હી રૂટ પર હવાઇસેવા આપવા રજુઆત કરવામાં આવી હતી.

જે અનુસંધાને ગો ઇન્ડીગો એરલાઇન્સ દ્વારા હકારાત્મક વિચારણા કરી રહેવા અંગે ગ્રેટર ચેમ્બરને જાણ કરવામાં આવેલ.

લોક પ્રતિનિધિશ્રી મોહનભાઇ કુંડારીયાને આ વિષયે માહીતી આપી જાણ કરતા તેઓ દ્વારા તેમજ ગ્રેટર ચેમ્બર દ્વારા ગો ઇન્ડીગો એરલાઇન્સના અધિકારીઓ સાથે સતત ફોલોઅપ કરવામાં આવતા આ એરલાઇન્સ દ્વારા તા.૧-૬-ર૦૧૯ થી મુંબઇ-રાજકોટ-મુંબઇ વચ્ચે હવાઇ સેવા શરૂ કરાયાની જાણ કરવામાં આવી છે. આમ ગ્રેટર રાજકોટ ચેમ્બરની રજુઆતને કારણે મુંબઇ-રાજકોટ-મુંબઇ વચ્ચે નિયમીત રીતે હવાઇ સેવા મળી રહેતા વેપારી વર્ગમાં રાહતની લાગણી પ્રસરી છે.

ઉપરાંત હાલમાં ચાલી રહેલ એરઇન્ડીયા દ્વારા એક જ વખત મળતી સેવા પણ તા.૧ જુન ર૦૧૯ થી અઠવાડીયામાં માત્ર ત્રણ વખત મળવા અંગે જાહેરાત કરવામાં આવેલ છે. જે રાજકોટ અને સૌરાષ્ટ્રને અન્યાયકર્તા જાહેરાત છે તે અંગે પણ એર ઇન્ડીયાના ચેરમેન તથા એવીએશન મંત્રાલયના મંત્રીશ્રી સમક્ષ ગ્રેટર ચેમ્બર દ્વારા ભારપુર્વક રજુઆત કરવામાં આવી હોવાનું ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા તથા ઉપપ્રમુખ રાજીવભાઇ દોશીની યાદીમાં જણાવાયું છે.

(3:48 pm IST)