Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

શાપરમાં ઇનોવા કાસ્ટ અને ઇનોવેટીવ ટેકનો કાસ્ટ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી

રાજકોટ : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ઇનોવા કાસ્ટ અને ઇનોવેટીવ ટેકનોકાસ્ટ દ્વારા વેરાવળ શાપર ખાતે વિશેષરૂપમાં ઉજવણી કરાઇ હતી. શાપર વેરાવળ ઇન્ડ. એસો.ના ચેરમેન રમેશભાઇ ટીલાળા, પ્રમુખ કીશોરભાઇ ટીલાળા, સેક્રેટરી વિનુભાઇ ધડુક તેમજ કમીટી મેમ્બરોએ ઉપસ્થિત રહી ઇનોવા કાસ્ટ અને ઇનોવેટીવ ટેકનોકાસ્ટના ચેરમેન મનસુખભાઇ પટેલ તથા ડાયરેકટર કૌશિકભાઇ કોટડીયા, મનુભાઇ પટેલ, ઉદયભાઇ ટીલવા તેમજ કલ્પેશભાઇ અકબરીને અભિનંદન પાઠવ્યા હતા. અહીં પર્યાવરણ એવોર્ડ અંગે જાણકારી આપવામાં આવેલ તેમજ વૃક્ષો વાવો અને પાણી બચાવો અંગે અપીલ કરાઇ હતી. સંસ્થાના પ્રમુખ  કિશોરભાઇ પટેલે દરેક ઉદ્યોગકારોએ ઓછામાં ઓછા પાંચ વૃક્ષો વાવી તેમનું જતન કરવા હીમાયત કરી હતી. ટીયુવી ઇન્ડીયાના રાજકોટ રીઝનના મેનેજર નિલેશભાઇ ભેંસાણીયા, ઇએચએસના લીડ ઓડીટર પિયુશભાઇએ પણ પર્યાવરણ જાગૃતિ માટે સંદેશો રજુ કર્યો હતો. સંપૂર્ણ કાર્યક્રમની વિસ્તૃત માહીતી જી.કે. એન્જીનીયર્સ અમદાવાદના ડાયરેકટર હીમાંશુભાઇ પંચોલીએ આપી હતી. કંપનીના તમામ કર્મચારીઓને એક એક છોડ ભેટરૂપે અપાયા હતા. ફેકટરીના ચોગાનમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમની તસ્વીરી ઝલક અહીં જોઇ શકાય છે.

(3:48 pm IST)