Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

એસ.સી.એસ.ટી. પર અત્યાચાર અંગેની શિક્ષાના સુચના પત્રો ઉકરડામાં ફેંકાયા

આર.ટી.આઇ. એકટીવીસ્ટ ભાવેશ મે દ્વારા પોલીસ કમિશ્નરને પત્ર

રાજકોટ તા. ૧૧ : સામાજીક કાર્યકર અને આર.ટી.આઇ. એકટીવીસ્ટ ભાવેશ મે એ પોલીસ કમિશ્નરશ્રીને પત્ર લખી એસ.સી.એસ.ટી.  પરના અત્યાચારો અંગેની શિક્ષાના સુચનોનું બોર્ડ પોલીસ સ્ટેશનોમાં દેખાય તેમ રાખવાને બદલે ઉકરડા જેવી હાલતમાં રખાયા હોવાની રજુઆત કરેલ છે.

તેમણે આ અંગેના ફોટા સહીત રજુઆત કરી છે. જેમાં જણાવેલ છે કે આવા બોર્ડ લોકોને દેખાય તે રીતે લગાડવાના હોય છે. પરંતુ રાજકોટ શહેર કે ગ્રામ્ય તમામ પોલીસ સ્ટેશનો કે ચોકીઓમાં આવા બોર્ડ ધુળ ખાતી હાલતમાં જોવા મળે છે. લોકોની નજરે પડે તે રીતે બોર્ડ મુકવાની વ્યવસ્થા નહીં કરાય તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ પત્રના અંતમાં ભાવેશ મે (મો.૮૪૮૮૯ ૩૭૬૮૩) એ ચીમકી ઉચ્ચારી છે.

(3:47 pm IST)