Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

મ્યુ. કોર્પોરેશન અને રાજકોટ રાજય ફાઉન્ડેશન દ્વારા માં કાર્ડ કેમ્પ યોજાયોઃ ૧૯૭ પરિવારોએ લાભ લીધો

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેવાડાના માનવીને આરોગ્ય સેવા પૂરી પડવાના ઉદેશથી જરૂરતમંદ શહેરીજનો માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિ તથા રાજકોટ રાજય ફાઉન્ડેશન દ્વારા આનંદ વિદ્યાલય, રેલનગર મેઈન રોડ, રાધિકા ડેરીની સામેની શેરી, રાજકોટ ખાતે ''માં વાત્સલ્ય કેમ્પ'' યોજવામાં આવેલ. આ કેમ્પમાં રાજકોટ રાજય ફાઉન્ડેશન સમાજના ૧૯૭ પરિવારોને માં વાત્સલ્ય કાર્ડ કાઢી આપવામાં આવેલ. આ કેમ્પનું ઉદદ્યાટન  અંજલીબેન રૂપાણી – દ્વારા દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવવા આવશે. તેમજ કાર્યક્રમની અધ્યક્ષતામાં શ્રી બીનાબેન આચાર્ય હાજર રહેલ.  આ કેમ્પમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે માન. મોહનભાઈ કુંડારિયા – ધનસુખભાઈ ભંડેરી - ચેરમેનશ્રી, ગુજરાત મ્યુની.ફાયનાન્સ બોર્ડ, માન. શ્રી કમલેશભાઈ  મીરાણી – શ્રી નીતિનભાઈ ભારદ્વાજ - (પ્રદેશ ભાજપ અગ્રણીશ્રી), માન. શ્રી ગોવિંદભાઈ પટેલ – અરવિંદભાઈ  રૈયાણી – ધારાસભ્યશ્રી, રાજકોટ., માન. શ્રી લાખાભાઈ સાગઠીયા – ધારાસભ્યશ્રી, રાજકોટ, માન. શ્રી ભાનુબેન બાબરીયા – રાષ્ટ્રીય મંત્રી, અનુસુચિત જાતિ મોરચો, શ્રી ભીખાભાઈ વસોયા પૂર્વ પ્રમુખ, રાજકોટ શહેર, ભા.જ.પ., શ્રી અશ્વિનભાઈ મોલીયા (ડે. મેયર, રાજકોટ મ્યુ. કો.), શ્રી દલસુખભાઈ જાગાણી (નેતાશ્રી શાસક પક્ષ, રાજકોટ મ્યુ. કો.), શ્રી અજયભાઈ પરમાર (દંડકશ્રી રાજકોટ મ્યુ. કો.), શ્રી જીતુભાઈ કોઠારી ( મહામંત્રી શ્રી, રાજકોટ શહેર ભા.જ.પ.), શ્રી કિશોરભાઈ રાઠોડ દેવાંગભાઈ માંકડ શ્રી ગાયત્રીબા વાદ્યેલા- ગીતાબેન પુરબીયાઅતુલભાઈ રાજાણી-  શ્રી દિલીપભાઈ આસવાણી- ઉપસ્થિત રહેલ. આ કેમ્પમાં અતિથી વિશેષ તરીકે માન. માંધાતાસિંહજી જાડેજા  શ્રી કાદમ્બરીદેવી  શ્રી જયદીપસિંહજી જાડેજા,  શ્રી શિવાત્મીકાદેવી યુવરાણી સાહેબ ઓફ રાજકોટ., શ્રી મૃદુલાકુમારી  હાજર રહેશે તેમજ મુખ્ય મહેમાન તરીકે શ્રી દિનેશભાઈ કારીયા - વોર્ડ પ્રભારીશ્રી, શ્રી હેમુભાઈ પરમાર – વોર્ડ પ્રમુખશ્રી, શ્રી રાજુભાઈ  દરિયાનાણી – વોર્ડ મહામંત્રીશ્રી, શ્રી જગદીશભાઈ ભોજાણી –ઉપસ્થિત રહ્યા હતા.

(3:46 pm IST)