Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

નવાગામમાં ૭૦ વર્ષના જયાબેનને પુત્ર અરવિંદે ઘરમાંથી કાઢી મુકવા ધોકાવ્યા!

બિમાર પતિ અને પોતાનું ગુજરાન ચલાવવા વૃધ્ધાને આ ઉમરે પણ પારકા કામ કરવા પડે છેઃ કોળી વૃધ્ધા સારવાર માટે હોસ્પિટલના બિછાને પહોંચ્યા

રાજકોટ તા. ૧૧: ઘણા કળિયુગી શ્રવણો વૃધ્ધ મા-બાપને સાચવવાને બદલે તેને હેરાન કરતાં હોય છે. નવાગામ આણંદપરમાં રહેતાં ૭૦ વર્ષના જયાબેન માધાભાઇ ડાબસરા નામના કોળી યુવાનને રાત્રે દસેક વાગ્યે પુત્ર અરવિંદે ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.

જયાબેને હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે તેને એક પુત્ર અરવિંદ છે. જે છુટક મજૂરી કરે છે. પોતાના પતિ માધાભાઇ ઉકાભાઇ પેરેલિસિસગ્રસ્ત હોવાથી પથારીવશ છે. દિકરો અરવિંદ દારૂ પીવાની ટેવ ધરાવે છે અને કમાઇને કંઇ આપતો ન હોઇ પોતાનું અને પતિનું ગુજરાન ચલાવવા પોતાને પારકા ઘરના કામ કરવા જવું પડે છે. પુત્રવધૂ મધુ હાલમાં રિસામણે છે. પોતાને અને પતિને ઘરમાંથી કાઢી મુકવા પુત્ર અરવિંદ હેરાન કરતો હોવાનો આક્ષેપ પણ આ વૃધ્ધાએ કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને એન્ટ્રી નોંધાવી હતી.

(3:41 pm IST)