Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

દેશી દારૂની ડ્રાઇવ : આઠ દરોડામાં ત્રણ પકડાયા

થોરાળા પોલીસે ૫ હજાર લીટર આથાનો નાશ કર્યો

રાજકોટ તા ૧૧  :  ગુજરાતમાં દારૂ બંધીની અમલવારી કરવા મામલે શહેર પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં દેશી દારૂઅંગેની ડ્રાઇવ રાખવામાં આવી હતી, જેમાં આઠ સ્થળે દરોડા પાડી ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. થોરાળા વિસ્તારમાં પોલીસેદેશી દારૂ બનાવવા માટેનો ૫ હજાર લીટર આથાનો નાશ કર્યો હતો.

શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચનાથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં દેશીદારૂ અંગે ડ્રાઇવ રાખવામાં આવી હતી, જેમાં 'એ' ડીવીઝન પોલીસે કલ્યાણ સોસાયટી મેઇન રોડ પાસેથી રૂા ૮૦/- ના દેશી દારૂ સાથે કાનો વજુસિંગ બરેડીયા (ઉ.વ.૩૫) (રહે. લોધેશ્વર સોસાયટી) ને પકડી લીધો હતો. જયારે કલ્યાણ સોસાયટી શેરી નં. ૨ માંથી રૂ. ૪૦/- નો દેશી દારૂ કબજે કર્યો હતો., જયારે ભાવસીંગ અમૃતભાઇ ઝરીયા (ઉ.વ.૪૯) નાસી ગયો હતો., જયારે થોારાળા પોલીસે કુબલીયા પરા વોકળાના કાંઠે રૂ. ૪૦૦/- નો દેશી દારૂ બનાવવાના આથાનો નાશ કર્યો હતો. જયારે હરેશ રસીકભાઇ સોલંકી નાશી ગયો હતો. કુબલીયા પરા મચ્છી ચોક પાસે વીજુબેન મંગુભાઇ સોલંકીના મકાનમાંથી રૂ. ૪૦૦/ નો તથા સીતારામ ધીરૂભાઇ મકવાણાના મકાનમાંથી રૂ. ૪૦૦/- નો દેશી દારૂ અને ૧૫૦૦ લીટર આથાનો નાશ કર્યો હતો, જયારે બંને નાશી જતા શોધખોળ આદરી છે, જયારે આજીડેમ પોલીસે લાપાસરી રોડ પર ગોૈશાળા પાસેથી રૂ. ૬૦/- નો દેશી દારૂ કબજે કર્યો હતો, જયારે વીનોદ વરજાંગભાઇ દસાડીયા નાશી ગયો હતો. જયારે તાલુકા પોલીસે મવડી ૮૦ ફૂટ રોડ પર ઝુપડપટીમાંથી રૂ. ૧૮૦/- ના દેશી દારૂ સાથે વેજુબેન ભીમાભાઇ વાજેલીયા તથા પુનીતનગર પાણીના ટાંકા પાસે વાવડી ગામ મેઇન રોડ પરથી રૂ. ૧૪૦/-ના દેશીદારૂ સાથે ગીતા મશરૂભાઇ ઝપાલીયાને પકડી લીધા હતા, જયારે થોરાળા  પોલીસે કુબલીયાપરામાં  જુદી જુદી જગ્યાએ દરોડા પાડી ૫૦૦૦ લીટર આથાનો નાશ કર્યો હતો.

(3:35 pm IST)
  • નવસારી : વાંસદા તાલુકામાં વાતાવરણમાં પલટો : વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદ ની શરૂઆત : વાંસદા તાલુકામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી : વાંસદા તાલુકામાં આવેલ વાતાવરણમાં પલટા થી લોકોને ગરમીમાં રાહત access_time 4:54 pm IST

  • ગુજરાતની ૧૦ નગરપાલિકાની ખાલી પડેલ ૧૫ બેઠક ઉપર ૭ જૂને પેટા ચૂંટણીઓ યોજાશે access_time 1:54 pm IST

  • કચ્‍છ-દ્વારકા જામનગર અને અમરેલી બંદર ઉપર ૧ નંબરનું સિગ્નલ ચડાવ્‍યું access_time 11:26 am IST