Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

મોબાઇલ કંપની વિરૂધ્ધ ગ્રાહક તકરાર ફોરમનો મહત્વનો ચુકાદો

રાજકોટ તા. ૧૧: માઇક્રોમેકસ કંપની પાસેથી અરજદાર અનુપભાઇ પી. યાજ્ઞિક એ મોબાઇલ ખરીદ કરેલ, જે થોડા દિવસોમાં મોબાઇલમાં ''મેન્યુફેકચરીંગ ડીફેકટસ''ને કારણે મોબાઇલ બંધ પડી જતાં, માઇક્રોમેકસ મોબાઇલ સર્વિસ સેન્ટરનો સંપર્ક કરેલ, પરંતુ સંતોષકારક જવાબ ન મળતા તેમજ ફરીયાદીનો મોબાઇલ રીપેર કર્યા વગર ફરીયાદીને પરત કરી આપેલ. તેથી ના છુટકે ફરીયાદીએ સદરહું કંપની વિરૂધ્ધ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરીયાદ કરેલ. ફરીયાદી તરફે રોકાયેલ વકીલ શ્રી હાર્દિક આર. દવેની રજુઆત તથા રજુ રાખેલ પુરાવા તથા દલીલોને ધ્યાને લઇ ગ્રાહક તકરાર નિવારણ ફોરમએ ફરીયાદીની તરફેણમાં ચુકાદો આપેલ છે. અને માઇક્રોમેકસ કંપનીને ફરીયાદીને સદરહું મોબાઇલની રકમ તેમજ વળતર પેટે ૬% વ્યાજ રકમ ચુકવવા હુકમ કરેલ છે.

(3:35 pm IST)