Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ગુરૂવારે ગાયત્રીજયંતિ

અશુભ તત્વને નિવારી શુભત્વ તરફ પ્રયાણ કરાવે એ ગાયત્રી

અઢાર શાસ્ત્રોમાં મીમાંસા શાસ્ત્ર શ્રેષ્ઠ તેના કરતા તર્કશાસ્ત્ર શ્રેષ્ઠ છે. તર્કશાસ્ત્રથી પુરાણો શ્રેષ્ઠ છે, પુરાણોથી ધર્મશાસ્ત્રો શ્રેષ્ઠ છે. તેના કરતા શ્રુતિ છે આ રીતે સર્વ શાસ્ત્રો શ્રેષ્ઠ હોવા છતાય તેનાથી વધુ શ્રેષ્ઠ ગાયત્રીમંત્ર છે.

પ્રાણને  ગય કહે છે અને જે પ્રાણનું રક્ષણ કરે છે તે  ગાયત્રી છે હે દેવી તમો ઉપાસકનું રક્ષણ કરો છો (ભારદ્વાજ) એટલે તમારૂ નામ ગાયત્રી પડયું છે. ગય પ્રાણને કહે છે પ્રાણનું રક્ષણ કરવાથી ગાયત્રી નામ બને છે. (વશિષ્ઠ)

 જેનાથી  પરમ-તત્વને જાણી શકાય તેનુ નામ ગાયત્રી છે. (શંકરાચાર્યજી) આ છે ગાયત્રી મંત્રનો મહિમા અને મહતા એને ઔર સરળતાથી સમજીએ તો..

 ચેતના સજીવતાને પ્રાણ કહેવાય છે, આપણી ગતિ દુર્ગતિ, ક્રિયા-કલ્પ વિચાર-શકિત, બુધ્ધી, પ્રજ્ઞા, સ્વસ્થ્તા, સુંદરતા સઘળુ પ્રાણત્વ ઉપર જ નિર્ભર છે. પ્રાણ નિકળી જતાં  જીવનનો અંત આવી જાય છે. પ્રાણજ જીવન છે, પ્રાણ જ શકિત છે, પ્રાણ જ આધાર છે, આનાથી શહેજ સમજી શકાય છે કે, જે પ્રાણની રક્ષા કરે છે, એ ગાયત્રી છે. પ્રાણ શકિત એજ ગાયત્રી છે.

ગાયત્રી મંત્રનું બીજુ નામ તારક-મંત્ર છે. 'તારક' એટલે તારનાર પાર ઉતારનાર આ કહેવાતા સંસાર સાગરથી પાર ઉતારે મોહ માયાના બંધનથી છોડાવે, બેડો પાર કરાવે, એનુ નામ ગાયત્રી.

 'અનાદી - કાળથી' આ ગુરૂમંત્ર છે. ગાયત્રી ગુરૂસતા દ્વારા સંકલ્પ, શ્રધ્ધા, અને પ્રેરણાથી જે પ્રકાશ મળે છે.તેનો પ્રેરણા-સ્ત્રોત ગાયત્રી મંત્ર છે. અન્ય અર્થમાં જોઇએ તો, ગુ-જ્ઞાનવર્ધક, રૂ।।અશુભ-નિવારણ, જે-જે અશુભ તત્વને નિવારી શુભત્વ  તરફ પ્રયાણ કરાવે એ ગાયત્રી એવુ પણ કહી શકાય કે ગાયત્રી મંત્રના પાંચ ભાગો દ્વારા વિદ્યાર્થી કામ ક્રોધ લોભ, મોહ, અને અહંકાર રૂપી અંધકારમાં ઘકેલાયા પાંચ અવચેતોને આસાનીથી દુર કરી પ્રકાશના પંથે પ્રયાણ કરી શકે એ માટેના સર્વશ્રેષ્ઠ મંત્ર ગાયત્રી મંત્ર છે. ગાયત્રી વેદમાતા છે.

વેદનો અર્થ છે જાણવુ  સદ્જ્ઞાન પ્રાપ્ત કરવુ આ જ્ઞાનના ચાર પ્રકાર છે. ઋણ-કલ્યાણ, યજુ-પૌરૂષ, સામ - ક્રિડા, અર્થવ - અર્થ આ ચાર ક્ષેત્રોની અંદરજ પ્રાણી-માત્રની સર્વ શકિત નિહિત થયેલી હોય છે. આમાં જ પ્રાણી રાચે છે, અને એટલે જ વેદ એટલે, સમસ્ત જ્ઞાન, વિભાગ પ્રજ્ઞાન સત, ચિત અને આનંદનો અખૂટ ભંડાર જેનાથી બ્રહ્મ શિવાય કોઇ વસ્તુ પર ન હોઇ શકે કારણ એની ઉત્પતિ જે બ્રહ્મમાંથી થઇ છે અને કહેવાય છે કે આ બ્રહ્મની ઉત્પતિ વિષ્ણુની નાભિમાંથી થઇ સહુ પ્રથમ કમળ ઉત્પન્ન થયુ અને એ કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયાં આ અંગેનું રહસ્ય સહેજ સમજવા જેવુ છે આપણા શરીરમાં સ્થિત થયેલ કુંડલીમાં જે સાત ચક્રો આવેલા છે તે પૈકી નાભિ પાસે મણીપુર ચક્ર આવેલુ છે. જેનો આકાર કમળ જેવો છે, આ ચક્ર એટલે 'નુતન સર્જન'

શ્રી ઘનશ્યામભાઇ ઠકકર

મો.૯૮૭૯૧ ૨૫૭૨૫

(3:32 pm IST)