Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ત્રિકોણ બાગ પાસેથી વૃધ્ધની લાશ મળીઃ વાલીવારસની શોધ

રાજકોટ તા. ૧૧: ત્રિકોણ બાગ પાસેથી અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃધ્ધની આજે વહેલી સવારે લાશ મળી છે. ૧૦૮ના ઇએમટી ચિરાગભાઇએ જાણ કરતાં એ-ડિવીઝનના પીએસઆઇ એસ. વી. સાખરા અને ભાવાભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. વૃધ્ધનું બિમારી સબબ મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ છે. એ-ડિવીઝન પોલીસે એ.ડી. દાખલ કરી તપાસ હાથ ધરી છે. તસ્વીરમાં દેખાતા વૃધ્ધના કોઇ વાલીવારસ કે પરિચિત હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(2:02 pm IST)