Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

‘વાયુ' વાવાઝોડા સામે રાજકોટ કલેકટર તંત્ર સાબદુઃ એનડીઆરએફની ટીમ બપોરે રાજકોટમાં: જેતપુર-ઉપલેટા-ધોરાજી હાઈએલર્ટ કરાયા

તાલુકા-જિલ્લા કક્ષાનો ડીઝાસ્‍ટર પ્‍લાન અમલમાં: કર્મચારીઓની રજા રદ્દઃ હેડ કવાર્ટર ન છોડવા આદેશો

રાજકોટ, તા. ૧૧ :. અરબી સમુદ્રમાં ઉઠેલુ વાયુ નામનું વાવાઝોડાએ ભયાનક સ્‍વરૂપ ધારણ કર્યુ હોય સરકાર સાબદી બની છે. રાજકોટ કલેકટર તંત્રે પણ તાકિદના પગલા ભરવા શરૂ કર્યા છે.

ખાસ કરીને રાજકોટ જીલ્લાના જેતપુર, ઉપલેટા, ધોરાજી પંથકને ખાસ હાઈએલર્ટ કરાયા છે, ત્‍યાંના દરેક પ્રાંત મામલતદારોને હેડ કવાર્ટર ન છોડવા અને જેમણે રજા મુકી છે તે તમામની રજા રદ કરી નાખતા હુકમો કલેકટર તંત્રે કર્યા છે.

સાધનોના ઉમેર્યા પ્રમાણે એનડીઆરએફ ટીમ ગાંધીનગરથી નીકળી ગઈ છે અને બપોરે ૩ વાગ્‍યા આસપાસ રાજકોટ આવી પહોંચશે.

અગાઉની બેઠકમાં નક્કી કર્યા મુજબ તાલુકા-જિલ્લા લેવલનો ડીઝાસ્‍ટર પ્‍લાન તાકીદના ધોરણે અમલમાં મુકી દેવાયો છે.

વાવાઝોડાને કારણે કોઈ સીધી અસર થાય કે કોઈ દુર્ઘટના બને તો તાકિદે જીલ્લા તંત્રને જાણ કરવા સૂચના અપાઈ છે.

(4:18 pm IST)