Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

જિલ્લા પંચાયતનું બાગી જુથ પણ કાનુની લડતના માર્ગે

અવિશ્વાસ દરખાસ્ત બાબતે બે-ત્રણ દિ' પછી નિર્ણય

રાજકોટ, તા., ૧૦: જિલ્લા પંચાયતના કોંગીના ૧૧ બાગીઓને ગેરલાયક ઠેરવવાની માંગ નામો નિર્દિષ્ટ અધિકારીએ ફગાવતા અરજદાર અર્જુન ખાટરીયાનો હાઇકોર્ટમાં ધા નાખી છે તેના પગલે બાગી જુથ પણ વળતી કાનુની લડતના મુડમાં આવી ગયું છે. આજે બાગી જુથના કેટલાક આગેવાનો કાનુની માર્ગદર્શન માટે અમદાવાદ ગયાનું જાણવા મળે છે. તેમના દ્વારા હાઇકોર્ટમાં કેવીએટ થવાની શકયતા છે.

ખાટરીયા જુથે નામો નિદિષ્ટ અધિકારીના ચુકાદાને કાનુની રીતે પડકારતા બચાવ માટે બાગી જુથ પણ કાનુની લડત કરનાર છે. સામાન્ય સભા તા.૧૯મીએ છે. અવિશ્વાસ દરખાસ્ત બાબતે હજુ બે-ત્રણ દિવસ પછી નિર્ણય થશે. ર૪ સભ્યોની સહી થઇ ગયાનો ભાજપનો દાવો છે.

(4:21 pm IST)