Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

માલીયાસણ પાસે રેતી ભરેલા ડમ્પરે ૫૦ થી ૬૦ ઘેટા-બકરાને હડફેટે કચડી માર્યા

રાજકોટ : રાજકોટની ભાગોળે, માલીયાસણ ગામ પાસે એક રેતી ભરેલા ડમ્પર, જીજે-૫ ડીટી-૯૨૭૬ના વાહન ચાલકે સીમમાં ચરીને ગામ તરફ પરત આવતા ૬૦ થી ૭૦ ઘેટા-બકરાઓને હડફેટે લેતા ૫૦ થી ૬૦ પશુઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. એમ કહેવાય છે કે ડમ્પર પલ્ટી ખાઇ જતા હજુ વધુ ઘેટા-બકરા કચડાયા હોવાનું મનાય છે. આ ઘટનાથી હાઇવે પર ચક્કાજામ સર્જાયો હતો. વધુ વિગતો મેળવાઇ રહી છે.

(7:32 pm IST)
  • કેરળમાં ભારે વરસાદ :મૃત્યુ આંક 13 થયો :ઘણા જિલ્લાઓમાં એલર્ટ જાહેર : દેશના દક્ષિણ ભાગમાં ચોમાસુ સક્રિય થઇ ગયું છે. ચોમાસાને કારણે ઘણા દક્ષિણ રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી જોરદાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણી જગ્યા પર પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. કેરળના અલગ અલગ ભાગોમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદને કારણે અત્યારસુધીમાં 13 લોકોના મોત નિપજ્યા છે વહીવટીતંત્ર દ્વારા ઘણા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે access_time 12:39 pm IST

  • કાલે મંગળવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટરે વધુ 12 થી 15 પૈસા સુધીનો ઘટાડો થશે :ઘટ્યા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ પડશે :નવા ઘટયા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 75,75 રૂપિયા અને ડીઝલના 72,95 રૂપિયા થશે :પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા 15 દિવસથી સતત ઘટાડો થઇ રહયો છે access_time 9:45 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા અને સ્વીકાર્યતા જવાહરલાલ નહેરુ કરતા પણ વધુ :કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય મોરચા પર મોદી સમગ્ર વિશ્વમાં શાંતિ અને માનવતાની સૌથી મોટી ઓળખ બનીને ઉભર્યા છે access_time 3:54 am IST