Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ઉધાર માલની ખરીદી કરી આપેલ બે લાખનો ચેક પાછો ફરતાં કોર્ટમાં ફોજદારી ફરિયાદ

રાજકોટ, તા.૧૧: રાજકોટમાં રહેતા શ્રીમતિ સ્નેહલબેન નિશીથભાઇ સોલંકી કે જે બુટ ભવાની એન્ટરપ્રાઇઝના પ્રો.દરજજે ચીઝ, બટર અને સોસનો વેપાર કરતા હોય અને આરોપીએ મહિલા ફરીયાદ પાસેથી બાકીમાં ખરીદ કરેલ માલના કાયદેસરના નાણા પરત ચુકવવા આપેલ ચેક રીટર્ન થતા અદાલતમાં ફરીયાદ દાખલ કરતા અદાલતે આરોપી ભૂષણ જયંતભાઇ કેશરીયા સામે અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, આરોપી ભુષણ જયંતભાઇ કેશરીયા સામે રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે, મહિલા ફરીયાદણ તથા આરોપી વચ્ચે વેપારી સબંધો હોય, જેથી વેપારી સબંધના દાવે મહિલા ફરીયાદણે આરોપીને ઉધારમાં રકમ રૂ.પ,૦૬,૬૦૭/- નો બિલથી માલ વેચાણ આપેલ. જે ઉધારમાં ખરીદ કરેલ માલનું આરોપીએ કાયદેસરનું લેણું સ્વીકારી ખરીદ કરેલ માલ પેટે મહિલા ફરીયાદણને રકમ રૂ.૨,૦૦,૦૦૦/ નો એવ કુલ બે ચેકસ આપેલ. જે પેટેનો પ્રથમ ચેક રકમ રૂ.૨,૦૦,૦૦૦/ પોતાની સહી કરી લખી આપી, ચેક સુપ્રત કરી આતે ખાતરી આપેલ કે, સદર ચેક ફરીયાદણ પોતાના બેન્ક ખાતામાં રજુ રાખશે, એટલે ચેક રીટર્ન થશે નહી અને ચેક સ્વીકારાય જશે, ફરયાદણની કાયદેસરની લેણી રકમ વસુલાઇ જશે, તેવા આરોપીના શબ્દો પર ભરોસો રાખી ફરયાદણે સ્વીકારેલ ચેક આરોપીએ ફરીયાદણને તેઓના બેન્ક ખાતામાં રજુ રાખવાનું કહેતા, રજુ રાખતા ચેક સ્વીકારાયેલ નહી અને 'ફંડ ઇનસફીશીયન્ટ'ના શેરા સાથે ચેક રીટર્ન થતા, તેની જાણ આરોપીને કરતા આરોપીએ યોગ્ય પ્રતિભાવ કે પ્રત્યુતર ન આપતા, ફરીયાદણે તેના એડવોકટ મારફત આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવેલ,

આ નોટીસ મળી જવા છતા ફરીયાદણનું કાયદેસરનું ઉધાર માલનું બાકી લેણું ચુકવેલ ન હોવાથી ફરીયાદણે દસ્તાવેજી પુરાવા સાથે આરોપી વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરેલ કે, રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે આરોપીએ ફરીયાદણ પાસેથી ખરીદ કરેલ ઉધાર માલની કાયદેસરની લેણી રકમ ચુકવવા ચેક આપી, તે ચેક પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઇ આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતું.

ઉપરોકત કામમાં ફરીયાદણ શ્રીમતિ સ્નેહલબેન નિશીથભાઇ સોલંકી વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી સંજય એન. ઠુંમર રોકાયેલા હતા. (૨૩.૧૧)

(3:55 pm IST)