Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

કાલે નવા મતદાન મથકો-મતદાર યાદી બાબતે કલેકટરની રાજકીય પક્ષો સાથે મહત્વની બેઠક

રવીવારે બીએલઓ મતદાન મથકો ઉપર બેસશે તે ફેક મેસેજ હોવાનો રીપોર્ટ : તપાસના આદેશોઃ હાલ ડોર ટુ ડોર સર્વે : ૧ લી સપ્ટેમ્બરથી નવો કાર્યક્રમ

રાજકોટ, તા., ૧૧: આવતીકાલે કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી રાહુલ ગુપ્તાના અધ્યક્ષપદ હેઠળ તમામ માન્ય રાજકીય પક્ષો સાથે બપોરે ૧રાા વાગ્યે મહત્વની બેઠક યોજાઇ છે. આગામી દિવસોમાં ૯૦ જેટલી મતદાન મથકો વધનાર છે. ઉપરાંત મતદાર યાદી-ઓખળપત્ર કાર્ડ વિગેરે મુદાઓ અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને અવગત કરાવાશે. ભાજપ-કોંગ્રેસ-એનસીપી, બસપા, તમામ ધારાસભ્યો-સાંસદોને મીટીંગમાં બોલાવાયા છે.

દરમિયાન ગઇકાલે રવિવારે બુથ લેવલ ઓફીસરો, મતદાન મથકો ઉપર બેસશે તેવા મેસેજથી અનેક લોકોને ભારે ધક્કા થતા દેકારો બોલી ગયો હતો. આ સંદર્ભે કલેકટર સુધી ફરીયાદ આવતા આ મેસેજ ફેક હોવાનો  નિર્દેશ અપાયો છે અને કલેકટરે તપાસના આદેશો કર્યા છે.

ચુંટણી સુત્રોએ ઉમેર્યુ હતું કે, હાલ ર૦ મી સુધી ડોર ટુ ડોર સર્વે બીએલઓ દ્વારા ચાલુ છે. ૧ લી સપ્ટેમ્બરથી નવો કાર્યક્રમ આવશે. ચુંટણી પંચના નવા નિયમો મુજબ હાલના ૨૧૫૮ મતદાન મથકોમાં ૮૫ થી ૯૦ ચૂંટણી મતદાન મથકોનો વધારો થવાની શકયતા છે.(૪.૧૧)

(3:55 pm IST)