Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

મોકડ્રીલ

બજરંગવાડી પમ્પીંગ સ્ટેશનમાં કલોરીન ગેસ લીકેજ

રાજકોટ તા. ૧૧: તાજેતરમાં સેન્ટ્રલ ઝોનમાં આવેલ બજરંગવાડી પમ્પીંગ સ્ટેશન ખાતે તા. ૦૬/૦૬/૨૦૧૮, બુધવારના  કલોરીન યુનીટમાં લીકેજ થતા બજરંગવાડી પમ્પીંગ સ્ટેશનના ઓપરેટરીંગ સ્ટાફ દ્વારા તાત્કાલીક કેમીસ્ટશ્રી તથા ફાયરબ્રીગેડને જાણ કરતા ઇજનેર કે.પી.દેથરીયા તથા  એ.જી.પરમાર ની હાજરીમાં કેમીસ્ટશ્રી કે.એ.મેસ્વાણી તથા એચ.સી.નાગપરા તથા કલોરીન અટેન્ડન્ટ મયુર સાગલાણી તેમજ સ્ટેશન ઓફીસરશ્રી એસ. આર. નડીયાપરા અને ચીફ ફાયર ઓફીસર બી.જે.ઠેબા ની ફાયરમેનની ટીમ તથા બજરંગવાડી પમ્પીંગ સ્ટેશનના ઓપરેટરીંગ સ્ટાફ દ્વારા લીકેજ બંધ કરી પરીસ્થિતી કાબુમાં મેળવેલ. કાર્યપાલક ઇજનેરશ્રી વી.સી.રાજયગુરૂ તથા ચીફ ફાયર ઓફીસર બી.જે.ઠેબાના માર્ગદર્શન હેઠળ આ મોકડ્રીલ યોજાઈ હતી.

નોધનિય છે કે કલોરીન ગેસ દ્યણો જ ઝેરી વાયુ છે. ૧૦૦૦ પીપીએમ થી વધારે પ્રમાણ વાળા કલોરીન મીશ્ર હવા શ્વાસમાં જવાથી વ્યકિતનુ મૃત્યુ નીપજી શકે છે. કલોરીન તીવ્ર ગંધ ધરાવે છે. તેની ગંધથી નાક તથા ગળામાં ચચરાટ થાય છે. પરંતુ કલોરીનનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે તો સારો જંતુનાશક સાબીત થાય છે. કલોરીન ગેસ લીકેજ કે તેમનો અયોગ્ય પ્રમાણમાં ઉપયોગ થાય તો તે દ્યણો જ દ્યાતક સાબીત થઇ શકે છે.

તેથી કલોરીન ગેસને યોગ્ય રીતે હેન્ડલીંગ કરવા માટે મહાન ગરપાલિકાના કર્મચારીઓમાં આ બાબતની જાણકારી મળે તથા સતર્કતા રહે તે હેતુથી આ મોકડ્રીલ નુ આયોજન કરવામાં આવેલ.તેમ ઇજનેરશ્રી નીયાદીમાં જણાવાયું છે.

 

(3:55 pm IST)