Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ આઇટી સેલ પ્રમુખોની મીટીંગ

રાજકોટ : આગામી ચુંટણીમાં ભાજપને ભરી પીવા સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ આઇ.ટી. સેલના પ્રમુખોની એક મીટીંગ રાજકોટ ખાતે મળી હતી. ૨૦૧૭ વિધાનસભાની ચુંટણી વખતે જે કેમ્પેઇન કરીને ભાજપને હંફાવ્યુ તે રીતે ફરી સજજ થઇને મહેનત કરવા આદેશો અપાયા હતા.  ભાજપના જુઠાણા જનતા સમક્ષ લઇ જવા આ મીટીંગમાં પુરજોશથી તૈયારી કરાઇ હતી. શહેર, જિલ્લા, તાલુકા ગ્રાઉન્ડ સુધી સંગઠન મજબુત કરવા અપીલ થઇ હતી. સમગ્ર સૌરાષ્ટ્રના શહેર જિલ્લા પ્રમુખો અને આગેવાનો-કાર્યકરો આ મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમ શહેર કોંગ્રેસ આઇ.ટી. સેલના પ્રમુખ ભાર્ગવ પઢીયાર (મો.૯૮૨૪૮ ૭૦૭૭૨) ની યાદીમાં જણાવાયુ છે.

(3:54 pm IST)