Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

'રૂડા'નાં મુંજકા ખાતેના ૧૧૪ આવાસોના 'ડ્રો' માં ડખ્ખોઃ ગેરરીતીના આક્ષેપોઃ રજુઆતો

ઓન લાઇન બાંધકામ પરવાનગી માટે 'હેલ્પ ડેસ્ક' શરૂ

રાજકોટ, તા., ૧૧: 'રૂડા' (રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી) દ્વારા મુંજકા ખાતે શહેરી ગરીબો માટે ૧ બીએચકે અને ર બીએચકેના ફલેટોની આવાસ યોજનાઓ બનાવી છે. જેમાં કુલ ૧૧૯ જેટલા ફલેટનો ડ્રો બાકી હતો. જે આજે યોજાયો હતો. પરંતુ આ 'ડ્રો' વખતે તંત્રની મકાન ફાળવણીની વ્યવસ્થામાં ગેરરીતીના આક્ષેપો સાથે કેટલાક અરજદારોએ ઉગ્ર રજુઆતો કરી હતી.

આ અંગે રૂડા કચેરીમાંથી પ્રાપ્ત માહીતી મુજબ આજે મુંજકા ખાતેની આવાસ યોજનામાં ઇ.ડબલ્યુ. એસ.-રનો ૩૯ અને ઇ.ડબલ્યુ એસ.કેટેગરી-૧નાં ૭પ એમ કુલ ૧૧૪ ફલેટો માટે ડ્રો યોજાયો હતો.

આ ડ્રો દરમિયાન કેટલાક અરજદારોએ મકાન ફાળવણીનાં ડ્રોમાં ગેરરીતીનાં આક્ષેપો કરતા ડખ્ખો થયો હતો. અરજદારોએ એવો આક્ષેપ કર્યો હતો. આ ડ્રોમાં એવા લોકોને ફલેટ મળ્યા છે કે જેના પતિ અને પત્ની તથા પુત્ર કે પુત્રીના નામે મકાનો છે.

આ રજુઆતના પ્રત્યુતરમાં અધિકારીઓએ જણાવેલ કે આ પ્રકારે કોઇની નામ જોગ ફરીયાદ આવશે તો ઉંડી તપાસ કરી અને ગેરરીતી જણાયે ફાળવણી રદ કરી યોગ્ય કાર્યવાહી થશે.

હેલ્પ ડેસ્ક

'રૂડા' કચેરીનાં સુત્રોના જણાવ્યા મુજબ હવેથી મકાન બાંધવાની પરવાનગી ઓનલાઇન અપાઇ રહી છે. આથી આ ઓનલાઇન પધ્ધતીના માર્ગદર્શક માટે રૂડા દ્વારા ખાસ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે.

(3:53 pm IST)