Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ખીરસરા નજીક દેવગામ જીઆઇડીસી માટે ૧૬૦ હેકટર જમીનની માપણી પુરીઃ જીઆઇડીસીને ૧રપ કરોડ ભરવા પડશે

ઉદ્યોગપતિઓ મેદાનમાં: પ૦ કરોડથી વધુ ભરી દીધોઃ હવે પ્લોટીંગ થશે : માલતદાર દ્વારા કલેકટરને રીપોર્ટઃ કલેકટર વેલ્યુ નક્કી કરી સરકારમાં દરખાસ્ત કરશે

રાજકોટ, તા., ૧૧: રાજકોટના કાલાવડ રોડ ઉપર ખીરસરા નજીકના દેવ ગામ જીઆઇડીસી બનાવવા અંગેનો માર્ગ મોકળો થઇ ગયો છે. મામલતદારે ડીઆઇ એલઆરને સાથે દબાણ-ગૌચર વગરની સર્વે નં. ૪૧રની ૧૬૦ હેકટર જમીનની માપણી પુરી કરી લઇ કલેકટરને રીપોર્ટ કરી દીધો છે. આજે સાંજે પ વાગ્યે કલેકટર-પ્રાંત, માલતદાર, સર્કલ ઓફીસર, ડીઆઇએલઆરના અધિકારીઓની આ બાબતે મહત્વની મીટીંગ યોજાઇ છે.

આ નવી જીઆઇડીસીમાં ઉદ્યોગ સ્થાપવા ઉદ્યોગપતિઓ ઉત્સુક છે અને પ૦ કરોડથી વધુ રકમ ભરી દીધું પણ બહાર આવ્યું છે. હાલ ૧૧૦૦ થી વધુ જંત્રીનો ભાવ ચાલતો હોય હવે કલેકટરના અધ્યક્ષપદ લાભ વેલ્યુએશન કમીટી ભાવ-કિંમત નક્કી કરી સરકારમાં મોકલશે અને ત્યાર બાદ આ જમીનની સોંપણી જીઆઇડીસીને કરાશે. કલેકટર તંત્ર આ જમીન પેટે અંદાજે ૧રપ કરોડ જેવી આવક મેળવે તેવી શકયતા છે.(૪.૯)

(3:53 pm IST)