Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ઈન્ટર ડીસ્ટ્રીકટ ફૂટબોલ ટૂર્નામેન્ટના ફાઈનલમાં પાટણે વડોદરાને કચડી નાખ્યું: ૯-૦ થી વિજયઃ ચેમ્પિયન

રાજકોટઃ સુરક્ષા સેતુ સોસાયટી અને બાન લેબ કપ રાજકોટ ડિસ્ટ્રીકટ ફુટબોલ એશોસિએશન દ્વારા આયોજીત અંડર- ૧૪ બહેનો માટે ઈન્ટર ડીસ્ટ્રીકટ ફુટબોલ ટુર્નામેન્ટનો ફાઈનલ મેચ પાટણ ડી.એફ.એ વિ. વડોદરા ડી.એફ.એ. વચ્ચે રમાયેલ જેમાં પાટણ ડી.એફ.એ.નો ૯-૦ ગોલથી વિજય થયેલ. આ ટુર્નામેન્ટમાં ઈનામ વિતરણ ગુલાબ ચૌહાણ, સેક્રેટરી ગુજરાત એસ.ફે.એ, ગુણવંતભાઈ ડેલાવાળા, ખડગબહાદુર ગુરુંગ, ઉદય ઓલી દ્વારા કરવામાં આવેલ. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળા, બાલસિંહજી સરવૈયા, મુકેશ બુંદેલા, જીવણસિંહ બારડ, ઉદય ઓલી, રોહીત બુંદેલા, રાજેશ ચૌહાણ, પ્રકાશ બકસી, જયેશ કનોજીયા, લાલસિંહ ચૌહાણ, અજય ભટ્ટ, અજય આચાર્ય વગેરે સભ્યોએ જહેમત ઉઠાવેલ.

(3:52 pm IST)